સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

ઉપલેટાના ૨૫ ગામોમાંથી ૧૫૯૦ લોકોનું સ્થળાંતર

ઉપલેટા, તા.૧૩:  ઉપલેટા મામલતદાર દ્વારા આગામી ૪૮ કલાક હેડ કવાર્ટર ઉપર હાજર રહી વાયુ વાવાઝોડા સામે તકેદારીના પગલા ભરવા તમામ કચેરીઓ અને સ્ટાફને સૂચના આપવામાં આવી છે કર્મચારીઓની રજા કેન્સલ કરી હેડ કવાર્ટર ઉપર ફરજ પર હાજર રાખવામાં આવ્યા છે.ઉપલેટા શહેર અને તાલુકામાંથી કુલ ૧૫૯૦ લોકોનું સ્થળાંતર સલામત જગ્યાએ કરવામાં આવ્યું છે ત્યાં રહેવાની તથા પુરવઠા વિભાગ દ્વારા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

 ઉપલેટા શહેરના નીચાણવાળા વિસ્તારો નદીના તટ માં રહેતા લોકો તેમજ ખેતરોની અંદર રહેતા ખેત મજૂરોને ઉપલેટા ટાવર વાળી તાલુકા શાળા, પટેલ સમાજ ,આહીર સમાજ સહિતની જગ્યાઓએ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રાણીબેન દાનાભાઈ ચંદ્રવાડીયા તથા ચીફ ઓફિસર આરસી દવે સહીતનો સ્ટાફ દ્વારા લોકોને સલામત સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ઉપલેટા તાલુકાના અલગ અલગ ગામોમાં મામલતદાર કે બી સોલંકીના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ભાસ્કરભાઈ વ્યાસ  સહીત તાલુકા પંચાયતનાં સ્ટાફ દ્વારા ઉપલેટા તાલુકાના ભીમોરા માંથી ૪૫ લોકો લાઠ ૩૫ લોકો મજેઠી ૪૦ લોકો કુંઢેચ ૭૫ લોકો તલંગણા ૫૦ લોકો સમઢીયાળા ૩૦ લોકો હાડફોડી ૧૫ લોકો ચીખલીયા ૩૦ લોકો ડુમિયાની ૩૫ લોકો નિલાખા ૩૫ લોકો ઇસરા ૪૦ લોકો ગાધા ૧૫ લોકો ગણોદ ૧૨૫ લોકો મોજીરા ૨૫ લોકો ગઢાડા ૨૦ લોકો ખાખીજાળીયા ૪૫લોકો કેરાળા ૩૦ લોકો નવાપુરા ૧૫ લોકો વાડલા ૨૦ લોકો સેવંત્રા ૯૫ લોકો ગધેથડ ૧૦ લોકો નાગવદર ૪૦ લોકો મેખાટીંબી ૪૦ લોકો વરજાંગ જાળીયા ૩૦ લોકો ભાયાવદર ૨૩૦ લોકો તેમજ ઉપલેટા શહેરમાંથી ૫૩૫ લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે આમ કુલ ઉપલેટા શહેર અને તાલુકામાંથી ૧૫૯૦ લોકોને સલામત જગ્યાએ રાખવામાં આવ્યા છે. મામલતદાર કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

(11:15 am IST)