સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

વાવાઝોડા-તોફાની પવનની અસરઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ તંત્રના ૧૯૩ ફીડર બંધઃ ર૯૯ ગામોમાં અંધારપટઃ ૩૧ થાંભલા પડી ગયા

રાજકોટ તા. ૧૩ :.. વાયુ વાવાઝોડુ ત્રાટકે તે પહેલા તેની અસરને કારણે અને તોફાની પવન-વરસાદને કારણે જીઇબીની ટીમોને દોડધામ  શરૂ થઇ ગઇ છે, આજે સવારે ૮ વાગ્યાના ફાઇનલ રીપોર્ટ મુજબ સૌરાષ્ટ્ર-કચ્છના ૧૯૩ ફીડર બંધ હોવાનું અને તેના કારણે ર૯૯ ગામોમાં અંધારપટ છવાયાનું જાણવા મળે છે, આ ઉપરાંત ૩૧ થાંભલા જમીન દોસ્ત થયાનું અને ૧ ટ્રાન્સફોર્મર ફેઇલ થયાનું ઉમેરાયું હતું.

ખાસ કરીને પોરબંદરમાં ૬૪ ફીડર અને ૪૮ ગામો બંધ, જૂનાગઢ જીલ્લાના ૮૪ ફીડર અને ૧૧ર ગામો બંધ, અને ભાવનગર જીલ્લામાં ર૬ ફીડર અને ૧૦૪ ગામોમાં અંધારપટ છવાયા છે, જયારે અમરેલી પંથકમાં ૧ર ફીડર અને ૩ર ગામોમાં અંધારપટ છે.

સુત્રોના ઉમેર્યા પ્રમાણે, રાજકોટ સીટી - રૂરલ- મોરબી ક્ષેત્રમાં ઓછી અસર છે, જામનગરમાં ૧૧, ભુજમાં ૧૧ થાંભલા પડી જતા વિજ પુરવઠો ઠપ્પ થઇ જવા પામ્યો હતો.ઉપરોકત તમામ સ્થળે વીજ પુરવઠો  કાર્યાન્વીત કરવા ટીમો રવાના થયાનું સુત્રોએ કહયું હતું. (પ-૧૯)

 

(11:09 am IST)