સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

મોરબી તાલુકા ખરીફ કૃષિ મહોત્સવ

મોરબીઃ ખેડુતોને ખરીફ સીઝનની પૂર્વ તૈયારી માટે અનુકુળતા રહે તે માટે મોરબી જિલ્લાનો ખરીફ કૃષિ મહોત્સવ તાલુકાકક્ષાએ મોરબી, માળિયા મિયાણા, ટંકારા, હળવદ, વાંકાનેર ખાતે યોજાશે. જે અન્વયે મોરબી જિલ્લામાં તા. ૧૬ના  તાલુકા કક્ષાએ કૃષિ મહોત્સવનું આયોજન થયું છે. જેના આયોજન બાબતે જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક કલેકટર આર.જે. માકડીયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, મોરબી ખાતે યોજાઇ હતી. કલેકટરએ આ કૃષિ મહોત્સવની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે સબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપી આપી હતી.. વિવિધ વ્યવસ્થાઓમાં કયાય કચાશ ન રહે. તે જોવા પણ અધિકારીઓને જણાવ્યું હતું. આ કૃષિ મહોત્સવમાં ખેડૂતોને આધુનિક ખેતી વિશે કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ, મહાનુભાવો દ્વારા માર્ગદર્શન અપાશે. તેમજ પશુ આરોગ્ય નિદાન-સારવાર કેમ્પ પણ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો જોડાય તેમ કલેકટરએ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એસ. ખટાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.ડી. જાડેજા,નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.જે. ગોહીલ, જિલ્લા ખેતિવાડી અધિકારી ડી.બી. ગજેરા, આત્માના પ્રોજેકટ ડાયરેકટર બી.એમ. આગહ, નાયબ ખેતી નિયામક (વિસ્તાણ) જીણોજીયા, સોજીત્રા, પ્રાંત અધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(10:19 am IST)