સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

કોટડાસાંગાણીમાં અસર ખરેડા નજીક મહાકાય વૃક્ષ ધરાસાઈ

કોટડાસાંગાણી, તા.૧૩: ખરેડા નજીક વાવાઝોડાના કારણે મહાકાય પીપળનુ વૃક્ષ ધરાસાઈ થતા તંત્ર દોડતુ થયુ હતુ.

સૌરાષ્ટ્ર પર જયારે વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.  ખાસ કરીને દરીયા કાંઠા વીસ્તારમા સ્થિતિ વધુ કફોડી સાબીત થઈ રહી છે. ત્યારે વાયુ વાવાઝોડાની અસર કોટડાસાંગાણી તાલુકામા દેખાઈ હતી. જોરદાર પવનના સુસવાટાના કારણે ગોંડલ માર્ગ પર ખરેડા ગામ નજીક મહાકાય વૃક્ષ ધરાસાઈ થતા રોડ બ્લોક થયો હતો જેના કારણે વાહન વ્યવહાર ખોરવાતા તંત્ર દોડતુ થયુ હતુ. અને તાકિદે પીપળના મહાકાય વૃક્ષને જે સી બી ટ્રેકટરની મદદ લઈ ડાળો કટીંગ કરી વૃક્ષને રોડની સાઈડમા કરી દઈ વાહન વ્યવહાર શરૂ કરાયો હતો.

(10:18 am IST)