સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

ગીર સોમનાથના દરિયામાં કરંટ :સુત્રપાડાના ધામળેજમાં ભારે પવનથી દિવાલ ધરાશાયી થતાં દરિયાના પાણી ઘરોમાં ઘૂસ્યા

કિનારાના મકાનોની દીવાલ ગબડી પડતા ભારે મોજાઓ કિનારે આવેલા ઘરમાં ઘુસ્યા

ફોટો sutrapada     નોટિફિકેશન

 

ગીર સોમનાથના દરિયામાં કરંટ  જોવાયો છે જિલ્લાના કાઠા વિસ્તારમાં તેની અસર વર્તાઇ છે . ભારે પવનો ફૂંકાવાનો શરૂ થઇ ગયો હતો. ગીર સોમ થ જિલ્લાના સુત્રાપાડાના દામળેજના દરિયા કિનારે પાણી ઘરોમાં ઘૂસી ગયા છે

 મળતી વિગત મુજબ ધામળેજ બંદરના દરિયા કિનારે આવેલા મકાનોની દિવાલ ભારે પવનના કારણે તૂટી ગઇ હતી. અને દરિયામાં કરંટ હોવાના કારણે ભારે મોજાઓ કિનારે આવેલા ઘરોમાં ઘૂસી ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથના સુત્રાપાડાના ઘામળેજ બંદર દરિયા કિનારે આવેલા મકાનોમાં ભારે પનવનના કારણે મકાનની દિવાલો ધરાશાયી થઇ હતી. જેના કારણે કાઠા વિસ્તારોમાં આવેલા મકાનોમાં પાણી ઘૂસ્યા હતા. પાણી ઘૂસવાથી જાનમાલનું કોઇ નુકસાન થયું નથી. પાણીથી બચાવવા માટે લોકો ચીજ વસ્તુઓને સલામત સ્થળે ખસેડી રહ્યા છે.

આ ઉપરાંત ગીર સોમનાથ વેરાવળ બંદર ઉપર લાંગરેલી ફિસિંગ બોટલ ભારે પવનના કારણે પાણી નીચે રહેલા પથ્થરથી ટકરાઇ જતાં ડૂબવા લાગી હતી. ત્યારે બોટમાં રહેલા પાંચ લોકોએ નાની હોડીમાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો હ

(11:42 pm IST)