સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડ બંધ :જણસી લઈને યાર્ડમાં નહિ જવા ખેડૂતોને અપીલ

રાજકોટ :વાયુ વાવાઝોડા ના કારણે સૌરાષ્ટ્ર ના તમામ યાર્ડ અસર પડી છે

ગુજરાત ના દરિયાકિનારે વાયુ વાવાઝોડા ની આંધી ને ધ્યાનમાં લઈ સૌરાષ્ટ્ર ના તમામ માર્કેટ યાર્ડ બંધ રહેશે

જ્યાં સુધી હવામાન વિભાગ દ્વારા જાણ કરવામાં નહીં આવે ત્યાં સુધી યાર્ડ બંધ રાખવા નિર્ણંય લેવાયો છે

 

તોફાની વરસાદ માં માલ ન બગડે અને ખેડૂતો હેરાન ન થાય માટે સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન દ્વારા  નિર્ણય લેવાયો છે

 

શુક્રવાર સુધી કોઈ પણ જણસી લઇ યાર્ડ પર ખેડૂતોને ન જવા વેપારી એસોસિયેશનએ અપીલ કરી છે

(5:25 pm IST)