સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th June 2018

દ્વારકામાં બોલેરો ગાડીમાં ન લઇ જતા માર માર્યો : ખૂનની ધમકી

ખંભાળીયા, તા. ૧૩ : દ્વારકાના હમીરભાઇ રાજાભાઇ ચાનપા જાતે અનુજાતિની બોલેરો ગાડી ટાટા કંપનીમાં ચાલતી હોય ત્યારે આરોપી સવાભા જીમલભા સુમણીયા તથા અજાણ્યા માણસએ ઉપરોકત ફરીયાદીને બોલેરો ગાડીમાં લઇ જવાનું કહેતા ના પાડતા અપશબ્દો કાઢીને જાતિ પ્રત્યે અપમાનિત કરી છરી અને ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદી હમીરભાઇ ચાનપાએ આરોપીઓ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ઝેરી ટીકડાથી મોત

કલ્યાણપુરના ચાન્દ્રવાડા ગામે રહેતા કાનાભાઇ સામંતભાઇ ઓડેદરા ઉ.ર૦ કોઇ પણ કારણોસર ઝેરી ટીકડા પી લેતા સારવારમાં મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

એસીડ પીધુ

કલ્યાણપુરના ટંકારીયા ગામે રહેતી શિતલબેન જીણાભાઇ ગામી ઉ.રર વાળાને ઘરકામ બાબતે માતા તથા મોટાભાઇ સાથે બોલાચાલી થતા લાગી આવતા એસીડ પી જતા સારવારમાં ખસેડેલ છે.

દારૂ જપ્ત

ખંભાળીયા તાલુકાના છાકર શેરડી ગામે રહેતા રામભાઇ લગધીરભાઇ મોવરના રહેણાંક મકાનેથી ગે.કા. ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૮, કિંમત રૂપિયા ૪ હજાર પકડાઇ આવતા આરોપી રામભાઇ મોવર હાજર નહીં મળી આવતા પોલીસે ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ સાથે ધરપકડ

ખંભાલીયા હરસિદ્ધિ નગરમાં રહેતા આરોપી રાહુલ સાજણભાઇ શાખરા ગે.કા. ઇંગ્લીશ દારૂની બોટલ ૧ રૂ. પ૦૦/- સાથે ઝડપાઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:51 pm IST)