સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th June 2018

જામનગરમાં પ્રિમોન્સુન કામગીરી ૩૪ કિમી કેનાલની સફાઇ

જામનગર : અહિંયા મહાનગર પાલીકા દ્વારા વરસદાી પાણીની કેનાલ-પુલિયાઓને જુદા જુદા કુલ-૧૦ ભાગમાં વિભાજીત કરી, અંદાજીત રૂા ૪૯.૭૦ લાખના ખર્ચે પ્રિમોન્સુન સફાઇ કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં દૈનિક ધોરણ જેસીબી, ટ્રેકટર તથા મેનપાવર મારફત કરી કેનાલમાંથી ૩૨૨૭ જેટલો ગાર્બેજનો નિકાલ કરવામાં આવેલ છે. રહેશની કુલ-૩૭ કિ.મી. કેનાલોની સફાળ કામગીરી પૂર્ણ થયેલ છે અને બાકીની કેનાલોની સફાઇ કામગીરી ચાલુ છે. સફાઇ થયેલી કેનાલોમાં આવતી ફલોટીંગ ગાર્બેજઙ્ગને રીપટ કામગીરી પણ કરાવવામાં આવે છે. એવીજ રીતે લાખોટા તળાવમાં આવતી વરસાદી પાણીની ફીડીંગ કેનાલ તથા આઉટ ગોઇંગ કેનાલની સફાઇ કામગીરી પુર્ણતાના આરે છે.(તસ્વીર-અહેવાલ મુકુન્દ બદિયાણી, જામનગર)

(12:49 pm IST)