સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th June 2018

ઉનામાં પોલીસના અણછાજતા વર્તન સામે પત્રકાર સંઘ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર

ઉના તા ૧૩ :  પ્રતિષ્ઠીત વેપારી તથા યુવાન પત્રકાર સાથે બે પોલીસ કર્માચારી એ અણછાજતુ વર્તન કરી ગેરવર્તણુંક કરતા ઉના-ગીરગઢડા તાલુકા પત્રકાર સંઘે આવેદન પત્ર આપી પગલા ભરવા માંગણી કરી હતી.

ઉના ગીર ગઢડા તાાલુકા પત્રકાર સંઘના પ્રમુખ જયેશભાઇ ગોંધિયા, ઉપપ્રમુખ હર્ષદભાઇ ઓઝા, નવીનભાઇ જોષી, ફારૂકભાઇ કાઝી, અને તાલુકામાં પત્રકારો મોટી સંખ્યામાં આજે પ્રાંત કચેરીએ જઇ પ્રાંત કચેરીના અધિકારી જેઠવાભાઇને આપી તથા ઉના ના પોલીસ ઇન્સ્પેકટર બી.એમ. ખાંભલા ને આવેદન આપી રજુઆતકરી છે કે જાહેરબાગ પાસે દુકાન ધરાવતા પત્રકાર સંઘના કારોબારી સભ્ય તથા વિવિધ અખબારના પત્રકાર કમલેશભાઇ પી. જુમાણી દુકાને હતા તેની મોટર સાયકલ દુકાન પાસે કોઇને ન નડે તે રીતે પાર્ક કરેલ હતી ત્યારે રોડ ઉપર દબાણ હટાવવા નીકળેલ પોલીસ કર્મચારીઓ પૈકી બે સીવીલ ડ્રેસમાં દુકાન પાસે આવી મોટરસાયકલ સરખુ ઉભુ રાખવા બાબતે બોલાચાલી કરી અપ શબ્દો બોલી કોલર પકડી અણછાજતુ વર્તન કરી પોલીસ વાનમાં બેસાડી અમાનવીય ભયનો માહોલ ઉભો કરી પત્રકાર વિષે અપમાનજનક શબ્દ બોલી ગેરવર્તણુંક કરેલ. આ બનાવને ઉના ગીરગઢડા પત્રકાર સંઘે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી શિક્ષાત્મક પગલા લેવા માંગણી કરી છે. અને જો આવતાદિવસોમાં પગલા ાહીં લેવાયતો પત્રકારો આંદોલન ના મંડાણ કરવા ચીમકી આપી હતી. આ અંગે ઉના પોલીસ ઇન્સ્પ,ેકટર શ્રી ખાંભલા એ પત્રકારોને ખાત્રી આપી હતી કે તટસ્થ તપાસ કરી ખોષીત કર્મચારી સામેપગલા લઇ ઉપલા અધિકારીને ખાતાકીય રીપોર્ટ કરાશે.

(11:31 am IST)