સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th June 2018

સુરેન્દ્રનગર - લશ્કરમાં જોડાવા પસંદગી પામેલ યુવાનો માટે તાલીમ વર્ગ યોજાયો

સુરેન્દ્રનગરઃ ભારતીય લશ્કરમાં ભરતી થવા માટે પ્રારંભિક પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં સુરેન્દ્રનગર જિલ્લાના ૩૦ યુવાનો પસંદગી પામ્યા હતા અને આ યુવાનોને આગામી પરીક્ષા આપી શકે તે માટે તેમને વિશેષ તાલીમ આપવા વિનય મંદિર વઢવાણ ખાતે તાલીમ વર્ગ જિલ્લા પોલીસ વડા શ્રી દિપકભાઈ મેઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ તાલીમ વર્ગમાં યુવાનો ઉત્સાહથી જોડાયા હતા. આ પ્રસંગે મેઘાણીએ જણાવ્યું હતું કે, ભારતીય લશ્કરમાં જોડાઈને રાષ્ટ્રીય સેવા કરવાની તક સાંપડે છે તે આનંદની વાત છે. આ તાલીમ અઘરી હોય છે. પરંતુ યુવાનોએ ધૈર્ય અને શિસ્તથી તાલીમ પુરી કરશે તો તેઓ ચોકકસ સફળતા પ્રાપ્ત કરશે. મેઘાણીએ તાલીમાર્થીઓ સફળ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારીશ્રી જેઠવા અને અન્ય અગ્રણીઓ તથા યુવાનો ઉપસ્થિત રહયા હતા. તે પ્રસંગની તસ્વીર

(11:30 am IST)