સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th June 2018

ભાવનગરમાં પડી જતાં યુવાનનું મોત

ભાવનગર તા. ૧૩: ભાવનગર શહેરની ગંગાદેરી પરથી પડી જતાં યુવાનનું મોત નિપજયું હતું.

નિર્મળનગર શેરી નં. ૩ માં રહેતા ચીરાગભાઇ મુકે.શભાઇ ગોહિલ ઉ.વ. રપનું શહેરની મધ્યે હેવપોર નજીક આવેલ ગંગાદેરી પરથી પડઢી જતાં ગંભીર ઇજા થતાં અત્રેની સર ટી. હોસ્પીટલ ખસેડાયેલ જયાં તેનું મોત નિપજયું હતું. મરનાર દારૂ પીવાની ટેવ વાળો હતો. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

વાહન અકસ્માતમાં યુવાનનું મોત

વલભીપુર નજીક કલ્યાણપર ગામનાં પાટીયા પાસે વાહન અકસ્માતમાં ગંભીર ઇજા પામનાર પ્રભાતભાઇ પરશોતમભાઇ ગોહિલ ઉ.વ. ૩રનું અત્રેની સર ટી. હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

(11:27 am IST)