સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th June 2018

ઉપલેટા પાણીના હોજમાં નહાવા પડેલ બાળકનું મોત

ઉપલેટા, તા. ૧૩ : પોરબંદર રોડ ઉપર મુરખડાના પાટીયા પાસે આવેલ હોટલના સ્વીમીંગપુલ (હોજ)માં નહાવા પડેલ ભાયાવદરના વાલ્મીકી સમાજના બાળકનું મોત થયેલ છે.

ભાયાવદરમાં સિનેમા રોડ પાસે રહેતા ખોડીદાસ પરમારનો પુત્ર મંયક (ઉ.વ.૧૦) ગઇકાલે ધોરાજી, ઉપલેટા, ભાયાવદરના તેમના સબંધીઓ તથા મિત્રો ૮થી ૧૦ બાળકો સાથે ઉપલેટા આવેલ હતાં ત્યારે બધા બાળકો ખાનગી સ્વીમીંગપુલમાં નહાવા માટે ગયેલ ત્યારે અકસ્માતે પાણીમાં ડુબી જતા મોત થયેલ હતું. મરનાર બાળકના પિતા ભાયાવદર નગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવે છે.

આ બાળકનું પી.એમ. ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં કરેલ હતું. તપાસ પો.જ. ભૂપેન્દ્રસિંહ સોલંકી એ હાથ ધરેલ.

(11:26 am IST)