સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th June 2018

વાંકાનેરના વાલાસણમાં અેકના અેક પુત્રની હત્યા થયાના આક્ષેપ બાદ મૃતકના દફન કરાયેલ મૃતદેહને બહાર કઢાયો

વાંકાનેરઃ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા હુસેનભાઈ કડીવારનો એકનો એક પુત્ર જાવીદનું ગત તા. 14/2/2018ના રોજ મૃત્યુ થયું હતું. જેમની વાલાસણ ખાતે દફન વિધિ કરવામાં આવી હતી. જે આજે કોર્ટના આદેશથી ડેડબોડી કાઢીને FSL માટે મોકલવામાં આવી છે.

આ બનાવની હકીકત કંઈક એવી છે કે, જાવિદે આશરે 8 વર્ષ પહેલાં કુલસુમ રાહીમભાઈ કડીવાર નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. થોડા સમયથી તેમને માથાકૂટ થતી હોવાથી તે વાંકાનેરની ગુલશન પાર્ક સોસાયટીમાં રહેવા જતો રહ્યો હતો. ત્યાં પણ તેમની સાથે માથાકૂટ થતી રહેતી અંતે જવીદે કંટાળીને તે વાલાસણ આવી ગયો હતો. તા.14/2/2018ના જાવીદને તેમની પત્નીએ વાંકાનેર બોલાવ્યો હતો. જાવીદ હમણાં પાછો આવું છું કહીને ગયો હતો, પરંતુ સાંજના વાલાસણમાં તેમના મોતના સમાચાર આવ્યા હતા.

જાહેર એવું થયું કે જાવિદે દવા પિઈને આત્મહત્યા કરી છે. આ બાબતે જાવીદના પિતાને શંકા હતી તેથી તે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા પણ પોલીસે આમાં હત્યા જેવું કાંઈ છે નહીં તારા છોકરાએ આત્મહત્યા જ કરી છે આવું કહીને ફરિયાદ ન લીધી અને કાઢી મુક્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. આખરે જેમનું તો બધું જ લૂંટાય ગયું હતું તેવા બાપે તા.11/5/2018 ના રોજ પોતાના પુત્રનું ખૂન થયું છે તેવી કોર્ટમાં ફરિયાદ કરી. જેમાં જાવીદની પત્ની ફૂલસમ, સાસુ નુરીબેન, સાળો આરીફ, સસરા રહિમભાઈ મેસણીયા (ઘીયાવડ) તથા તેમના મળતિયાઓ સામે કોર્ટમાં ફરિયાદ કરતા અને કોર્ટે આદેશ કર્યો અને પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી છે. કોર્ટના આદેશથી જાવીદની આશરે ચાર મહિના પૂર્વે દફન કરેલી લાશ આજે FSL તપાસ માટે બહાર કાઢવામાં આવી છે. આ સમયે વાલાસણ કબ્રસ્તાન પાસે લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા. લોકમુખે ચર્ચાતું કે હવે ઇન્શાફ મળશે અને ગુનેહગારના નામ ખુલશે.

(6:33 pm IST)