સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th June 2018

ગોંડલ નગરપાલિકાના સફાઈ કામદારોની વીજળીક હડતાલ

તોડફોડની ઘટનામાં પોલીસે આઠ મહિલા સહીત 18 કર્મચારીઓની ધરપકડ કરતા કામદારોમાં રોષ

ગોંડલ નગરપાલિકાના સફાઈ કામદારો વીજળીક હડતાળ પર ઉતરી ગયા છે  ચાર માસ પહેલા સફાઇ કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્ને અને કાયમી કરવાના પ્રશ્ને રોષે ભરાય તોડફોડ કરવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા આઠ મહિલા કર્મચારી સહિત 18 કર્મચારીઓની ધરપકડ કરાતા કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો અને વીજળીક હડતાળ પર ઉતરી ગયા હતા.

  આ અંગેની વિગત મુજબ ચાર માસ પહેલા નગરપાલિકા કચેરી ખાતે પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા પડતર અને કાયમી કરવાના પ્રશ્ને રજૂઆત કરાયા બાદ રોષે ભરાઈ  પાલિકા કચેરીમાં તોડફોડ કરવામાં આવી હતી, જે અંગે પાલિકા તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા વસંતભાઈ છગનભાઈ ગોરી, રાજાભાઈ વિઠ્ઠલભાઈ ગોરી, શંકરભાઈ કાળુભાઈ વાઘેલા, વિનોદભાઈ ચમનભાઈ ગોરી, હિરેનભાઈ ચમનભાઈ ગોરી, બટુકભાઈ દેવજીભાઈ સોલંકી, ધર્મેશભાઈ વસંતભાઈ વાઘેલા, અશ્વિનભાઈ અમુભાઇ વાઘેલા, કપિલભાઈ કાળુભાઈ વાઘેલા તેમજ રાજુભાઈ છગનભાઈ વાઘેલા સહિત આઠ મહિલા કર્મચારીઓ મળી 18 કર્મચારીઓની ધરપકડ કરી કોર્ટ હવાલે કરાયા હતા.

  પોલીસતંત્ર દ્વારા ગત સાંજના 10 પુરુષ સફાઈ કર્મચારી અને આજે સવારના આઠ મહિલા કર્મચારીઓની ધરપકડ કરાતા સફાઈ કામદારો રોષ ફેલાવા પામ્યો હતો અને તેઓ વીજળીક હડતાળ પર ઉતરી જવા પામ્યા હતા.

(8:03 pm IST)