સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th May 2021

ધોરાજી દાઉદી વ્હોરા સમાજનું ગૌરવ: 10 વર્ષના મોહંમદ હુસેન ભારમલ એ રમજાન માસના ૩૦ રોજા રાખી ૩૦ દિવસ સુધી 5 ટાઇમ નમાજ પઢી ખરા અર્થમાં ઇબાદત કરી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના દાઉદી વ્હોરા સમાજ ના દસ વર્ષના મોહમ્મદ હુસેન ભારમલ એ રમજાન માસ નિમિત્તે સંપૂર્ણ આખો મહિનો 30 રોજા રાખી અને ૩૦ દિવસ સુધી પાંચ વખત નમાજ પઢી ખરા અર્થમાં અલ્લાહની ઇબાદત કરી હતી
આ સમયે દાદા મોહમ્મદભાઈ ભારમલ તેમજ દાદી બતુલબેન ભારમલ એ દસ વર્ષના પૌત્રને મોહમ્મદ હુસેન ભારમલ ને મુબારક પાઠવી અભિનંદન આપ્યા હતા

(8:27 pm IST)