સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th May 2021

ધોરાજીની છ વર્ષની ફાતેમા ધામિયાએ 30 રોજા રાખી અલ્લાહની બંદગી કરી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી ની છ વર્ષ ની ફાતેમા ધામિયાએ 30 રોજા રાખી અલ્લાહ ની બંદગી કરી છે
 કાળજાળ ગરમી માં રમજાન માસ માં ઈબાદત કરવામાં નાના નાના ભૂલકાઓ પણ મશગુલ બન્યા હતા કાળજાળ ગરમી વચે  સતત 14 કલાક  અન્ન જળ નો ત્યાગ કરી અને  ધોરાજી ની છ વર્ષ ની ફાતેમા ધામિયા એ 30 રોજા રાખી અલ્લાહ ની બંદગી કરી  હતી અને સાથો સાથ કોરોના નાબૂદી માટે દુઆ પણ કરેલ હતી ફાતેમા ધમિયા ને ઇમરાન ભાઈ ધમીયા રિયાઝ ભાઈ એમ એચ વારા અને હાજી સોહેલ લાકડીયા ફિરોજ ભાઈ એમ એચ વારા સહિતનાં ઓ એ મુબારક બાદ પાઠવેલ હતી

(8:24 pm IST)