સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th May 2021

ધોરાજીની મેન બજાર, સોની બજાર ધાર્મિક હિન્દુ મુસ્લિમ સ્થળો ઉપર ભૂગર્ભ ગટરના પાણી જાહેર માર્ગો ઉપર નીકળતા હોય છે છતાં ધોરાજી નગરપાલિકાને ખબર નથી.....?

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર પાઠવ્યું :

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી નગરપાલિકામાં કરોડો રૂપિયાના ખર્ચે સારી સુવિધા પ્રજાને મળે તે હેતુથી ભૂગર્ભ ગટર યોજના નાખવામાં આવી હતી પરંતુ જ્યારથી ભૂગર્ભ ગટરનું કામ શરૂ થયું ત્યારથી ધોરાજી નગરપાલિકા બદનામ થઈ હતી અને કોન્ટ્રાક્ટર ઓએ નબળા કામ કર્યા છે તે બાબતે પણ રાજ્યના મુખ્યમંત્રી સુધી અનેક ફરિયાદો કરી હતી પરંતુ રાજકીય કાવાદાવા ને કારણે કોઈપણ પ્રકારની તપાસ થઇ ન હતી બાદ ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયું અને ભૂગર્ભગટર શરૂ કરવામાં આવી પરંતુ જ્યારથી શરૂ કરવામાં આવી છે ત્યારથી ધોરાજીના અનેક વિસ્તારો ખાસ કરીને મેઇન બજાર સોની બજાર મહાલક્ષ્મી શેરી દરબારગઢ વગેરે વિસ્તારો કાયમ માટે દુર્ગંધ મારતા  પાણીની નદી વહેતી હોય એ પ્રકારે જોવા મળી રહ્યું છે
આ બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખ લલીતભાઇ વોરા કિશોરભાઈ રાઠોડ રમેશભાઈ શિરોયા વિગેરે એ ધોરાજી નગરપાલિકાના મુખ્ય અધિકારી ને સંબોધીને આવેદનપત્ર પાઠવતા જણાવેલ છે ખાસ કરીને ધોરાજી સોની બજાર કે જીયા હિંદુ-મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળો આવેલા છે જેમાં વૈષ્ણવ સંપ્રદાયની મોટી હવેલી જૈન સમાજનું જૈન દેરાસર હિન્દુ સમાજનું ધર્મસ્થાન મહાલક્ષ્મી મંદિર હનુમાનજી મંદિર બાલયોગી હનુમાનજી મંદિર મુસ્લિમ સમાજના આસ્થાનું પ્રતિક હઝરત લાલશાહ બાવા ની દરગાહ કોટેશ્વર મહાદેવ મંદિર આમ અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે અને આજ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનો છલકાતું ગંદુ પાણી સતત નદીની જેમ વહ્યા કરે છે હાલમાં કોરોના મહામારી ના સમયમાં પ્રજા આ રોગનો સામનો કરી રહ્યા છે ત્યારે ઉભરાતી ગટરોને કારણે દુર્ગંધ મારતા પાણી જાહેર માર્ગો પર નીકળે છે ત્યારે રોગચાળાની પણ મોટીરોગચાળાની પણ મોટી ભીતિ સેવાઈ  રહી છે અને ધોરાજી નગરપાલિકા તાત્કાલિક અસરથી ભૂગર્ભ ગટર યોજનાની જે પ્રકારે કોન્ટ્રાક્ટ આપ્યા છે તેમને તાત્કાલિક કોઈ પણ જાતની ફરિયાદ વિના કામ કરવું જોઈએ પરંતુ ધોરાજી નગરપાલિકા ભૂગર્ભ ગટર યોજના બાબતે ખાસ કોન્ટ્રાક્ટ આપ્યા છે પરંતુ ધોરાજીમાં જ્યારે જ્યારે ભૂગર્ભ ગટર જાહેરમાં છલકાતી હોય ત્યારે રસ્તા વચ્ચે નદી વહેતી હોય એ પ્રકારે પાણી જતું હોય તો પણ ધોરાજી નગરપાલિકા આ બાબતે કશું જ કરતી નથી અને જો ફરિયાદ કરવામાં આવે તો એવું જણાવવામાં આવે છે કે લેખિતમાં ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે ફરિયાદ નોંધાવે બાદ જ ભૂગર્ભ ગટર નું કામ રીપેરીંગ થશે પરંતુ જાહેરમાર્ગો જાહેર ધર્મસ્થાનમાં ઉપર કોણ ફરિયાદ કરવા જાય આ તમામ જવાબદારી ધોરાજી નગરપાલિકાની છે તેમના માટે ખાસ બજેટ ફાળવ્યું છે અને દરેક વિસ્તારમાં નગરપાલિકાના મુકાદમ પણ હાજર હોય છે સફાઈ કર્મચારીઓ પણ હાજર હોય છે જેથી તેમની રજૂઆતને ધ્યાનમાં રાખીને કોઈ પણ જાતની ફરિયાદ વિના આવશ્યકતા ધારા હેઠળ તાત્કાલિક ગટર સાફ અને રીપેરીંગ કરવી જોઇએ તેવી ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ એ માગ કરી છે તેમ લલીતભાઈ વોરા કિશોરભાઈ રાઠોડ રમેશભાઈ શિરોયા ધીરુભાઈ કોયાણી વિગેરે ધોરાજી નગરપાલિકા ને આવેદન પત્ર દ્વારા જાણ કરી છે

(8:23 pm IST)