સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th May 2021

દ્વારકા સનાતન સેવા મંડળ તેમજ શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સોમવારે મહારક્તદાન શિબિર

મહંત મુક્તાનંદજી બાપુના પ્રગટ્યા દિવસ હોઈ તે અનુસંધાને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

દ્વારકા સનાતન સેવા મંડળ તેમજ શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા. ૧૭-૫-૨૧ ના સોમવાર ના રોજ સવારે ૯:૩૦ કલાકે મહા રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે. આ રક્તદાન કેમ્પ ભારત વર્ષના ક્રાંતિકારી સંત, અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ તેમજ પંચ અગ્રણી અખાડાના સભાપતિ અને દ્વારકા સ્થિત સનાતન સેવા મંડળ સંભાળતા સમાજ પ્રેરક એવા શ્રી મહંત મુક્તાનંદજી બાપુનો તા. ૧૭-૫-૨૧ સોમવાર ના રોજ પ્રગટ્યા દિવસ હોઈ તે અનુસંધાને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. આપના રક્ત થી ઘણા લોકોની જિંદગી બચી સકે છે તો લોકો આ મહા રક્તદાન શિબિરમાં વધુને વધુ લોકો જોડાઇ અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક ફરજિયાત પહેરવું અને સેનેટાઈઝર નો ઉપયોગ કરવો અને સરકાર શ્રી ની ગાઇડ લાઇન નું પાલન કરવાનું રહેશે. તો આ રક્તદાન શિબિર માં જે કોઈ લોકો રક્તદાન કરવા ઈચ્છતા હોય તે લોકો એ નીચે જણાવેલ નંબર પર ફોન કરી પોતાનું નામ નોંધવાનું રહશે.

 શ્રી ગીરધરભાઇ જોશી : ૯૯૭૯૭૦૨૮૪૫
શ્રી ઈશ્વરભાઈ ઝાખરિયા : ૯૮૨૪૨૪૪૮૩૦

(6:47 pm IST)