સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th May 2021

અમરેલીમાં એપ્રિલ મહિનો ગોઝારોઃ ૬૧૯ લોકોના મોત

ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩૩ વ્યકિતઓ મોતને ભેટ્યાઃ જો કે ગઈકાલે મૃત્યુનું પ્રમાણ ઘટ્યુઃ ૫નો ભોગ લેવાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૩ :.. અમરેલી શહેર માટે એપ્રિલ મહિનાના દિવસો ગોજારા સાબિત થયા હોય તેમ અમરેલી તાલુકાના ૭ર ગામડાઓમાં એપ્રિલ મહિનાના ૩૦ દિવસમાં ૧૩૩ લોકોના મોત થયા છે અને સૌથી વધુ હાહાકાર અમરેલી શહેરમાં મચ્યો હતો કારણ કે અમરેલીમાં ૩૦ દિવસ દરમિયાન ૬૧૯ લોકોના મૃત્યુ નિપજયા હતા અમરેલી જિલ્લામાં પ૯૮ ગ્રામ પંચાયત છે પણ અમરેલી તાલુકામાં ૭ર ગામડાઓ છે અને અમરેલી શહેર છે.

સરકારના ઓનલાઇન પોર્ટલ ઉપર અમરેલી તાલુકા અને શહેરમાં કુલ ૧૦૦ર લોકોના મરણના દાખલા નીકળ્યા છે તેમાં અમરેલી હોસ્પિટલોમાં જિલ્લાના અન્ય ગામોના જેમ કે ધારી, બગસરા, ખાંભા, રાજૂલા, બાબરા, લીલીયા વિસ્તારના અઢીસો દર્દીઓ હતા અને અમરેલી તાલુકાના ૭ર ગામડામાં ૧૩૩ લોકો હતા જયારે અમરેલી શહેરમાં કોરોના અને અન્ય કારણોથી ૬૧૯ ના મૃત્યુ થયા છે. એપ્રિલ મહિનાની પહેલી તારીખથી ૧૦ મી તારીખ સુધી રોજ એક બે કે વધી પાંચ સુધી મૃત્યુ થતા હતા પણ ૧૧ તારીખથી અચાનક આંકડો વધ્યો હતો ત્યારથી રોજના ૧૩ અને વધીને ર૮ સુધીના દર્દીઓના મૃત્યુ થવાનું શરૂ થયુ હતું. અમરેલીમાં કોવિડની ગાઇડ લાઇન પ્રમાણે ૩૭૯ લોકોના પીપીઇ કીટમાં અંતિમ સંસ્કાર થયા હતાં. આજની તારીખે મૃત્યુ દર થોડો હળવો થયો છે.

અમરેલી જિલ્લામાં ગુજરાતભરની સાથે કોરોનાનાં કેસ અને દર્દીઓના મૃત્યુના બનાવમાં ઉછાળો આવ્યો હતો જો કે કાલે અમરેલી જિલ્લામાં કોરોનાનાં માત્ર પાંચ દર્દીઓ મૃત્યુ થયા છે.

(12:55 pm IST)