સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th May 2021

વેરાવળ સોમનાથમાં ૧૮ મૃત્યુ સાથે જીલ્લામાં ૧૮૪ના કેસ નોંધાયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૩: સોમનાથ સુત્રાપાડા તાલુકામાં ગામડે ગામડે દર્દીઓની સારવાર માટે સંસ્થાઓ દ્રારા કામગીરી થઈ રહી છે જેથી હોસ્પીટલોમાં દર્દીઓ ઓછા થતા રાહત ફેલાયેલ છે પણ ગામડાની પરીસ્થિતી બગડતી હોય તેવું જાણવા મળેલ છે જીલ્લામાં ૧૮૪ કેસ નોધાયા છે.

બિન સતાવાર મૃત્યુ ૧૮ જાણવા મળેલ છે.

વેરાવળ સોમનાથ સુત્રાપાડાના ગામડાઓમાં દર્દીઓને સારવાર મળી રહે છે તેથી ખાનગી હોસ્પીટલોમાં દર્દીઓની આવક ઓછી થતારાહત ફેલાયેલ છે પણ ગામડાઓમાં ટેસ્ટીગ ઓછા થતા હોય ઓકસીજન ઘટે ત્યારેજ ખબર પડે અને ગંભીર સ્થીતીમાં લાવવા પડે છે તેમાં ગામડાની પરીસ્થીતી બગડી છે ગામડાઓમાં હજુ પણ ટેસ્ટીગ વધારવાની જરૂર છે તેમ આગેવાનોએ જણાવેલ હતું.

વેરાવળ શહેરમાં ખાનગી હોસ્પીટલોમાં જે ભીડ હતી તે ખુબજ ઓછી થયેલ છે સાદા ખાટલા મળી જાય છે ઓકસીજન આઈસીયુ માટે રાહ જોવી પડે છે વેન્ટીલેટર તો મળતા નથી જીલ્લામાં ૧૭૮ કેસનોધાયા છે તેમાં વેરાવળ ૬પ, સુત્રાપાડા ૧૮,કોડીનાર રર, ઉના ર૯, ગીરગઢડા ૧૩, તાલાલા ર૧ નો સમાવશે થાય છે તેમજ સરકારી હોસ્પીટલ સતાવાર રીતે મૃત્યુ આંક ૧ નોધાયેલ છે જયારે ૧૬૮ને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે.

(12:54 pm IST)