News of Thursday, 13th May 2021
માણાવદરમાં હચમચાવી નાખે તેવા ભૂર્ગભ ધડાકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા
બારી-બારણા અને મકાનમાં જોરદાર અવાજથી ભય
(ગિરીશ પટેલ દ્વારા) માણાવદર, તા.૧૩: માણાવદરમાં ૧૧:૩૦ વાગ્યે અચાનક જ સમગ્ર શહેર-પંથકમાં હચમચાવી નાખે તેવો ભૂર્ગભ ધડાકાથી પ્રજાજનો ફફડી ઉઠીયા છે. લોકો ઘરની બહાર ભયના માર્યા દોડી આવ્યા, આ અગાઉ પણ આવા ધડાકાથી ઘરતી ધ્રુજી ઉઠી હતી.
આજના ધડાકાથી બારી બારણા અને મકાનમાં જોરદાર અવાજથી હચમચી ગયા, ભયનો માહોલ જોવા મળ્યો છે.
(12:52 pm IST)