સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th May 2021

કોરોનાના સમયમાં દિવંગત આત્માઓના શ્રેય માટે SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે સવા લક્ષ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર સાથે હોમાત્મક શ્રી હરિયાગ

રાજકોટ તા. ૧૩ SGVP ગુરુકુલ અમદાવાદના અધ્ચક્ષ શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી, અને શા.ધર્વવત્સલદાસજી સ્વામીની આગેવાની નીચે, અખંડ ભગવત પરાયણ અક્ષર નિવાસી શ્રી જોગી સ્વામીની ૧૧૬મી જન્મજયંતિ નિમિત્તે, તેમજ કોરાનાના વિકટ સમયમાં ભગવાન સૌનું સર્વપ્રકારે મંગલ કરે તથા પરિવારના દિવંગત થયેલ આત્માઓનું પણ શ્રેય કરે તે માટે, ભારત વર્ષની મહાન વિભૂતિઓ – શ્રી વલ્લભાચાર્યજી મહારાજ, શ્રી પરશુરામ ભગવાન, શ્રી શંકરાચાર્યજી મહારાજ, શ્રીરામાનુચાર્યજી મહારાજ, શ્રી નરસિંહ ભગવાન, શ્રી બુદ્ધ ભગવાન, શ્રી નારદજીની  પ્રાગટ્ય તીથિના પવિત્ર દિવસોમાં સંતો દ્વારા ૫૧૦૦  શ્રી સ્વામિનારાયણ મહામંત્રોથી અગ્નિનારાયણને ઘી, જવ, તલ તથા અન્ય સમિધથી આહુતિઓ આપવામાં આવશે.

   આ યજ્ઞનો સમય સવારે ૭-૩૦ થી ૧૧ નો રાખવામાં આવેલ છે.

૨૧ દિવસના આ હરિયાગ પર્વની શરુઆત તા.૭-૫-૨૦૨૧થી થયેલ છે અને પૂર્ણાહૂતિ તા.૨૬-૫-૨૦૨૧ નારોજ થશે.

ખાસ કરીને પરિવારના સ્વજનની પુણ્યસ્મૃતિમાં પણ જે કોઇ યજમાન તરીકે જોડાઇ લાભ લઇ શકે છે, તેમ શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીની યાદીમાં જણાવાયું છે.

વધારે વિગત માટે મો.નં. ૯૮૭૯૦ ૦૦૯૫૫ અને ૯૯૧૩૨ ૧૧૦૧૧ નો સંપર્ક કરવા વિંનંતી.

(12:10 pm IST)