સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th May 2021

ભાવનગરમાં કોરોનાથી વધુ ત્રણના મોત : ૪૩૬ કોરોના પોઝિટિવ કેસ : ૩૬૧ દર્દીઓ કોરોનામુકત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૩ : ભાવનગર જિલ્લામા વધુ ૪૩૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૮,૪૮૩ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૭૨ પુરૂષ અને ૧૨૦ સ્ત્રી મળી કુલ ૨૯૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૪૬, ઘોઘા તાલુકામાં ૩૦, તળાજા તાલુકામાં ૨૯, મહુવા તાલુકામાં ૮, પાલીતાણા તાલુકામાં ૭, સિહોર તાલુકામાં ૪, વલ્લભીપુર તાલુકામાં ૧, ગારીયાધાર તાલુકામાં ૧૦, જેસર તાલુકામાં ૫ તેમજ ઉમરાળા તાલુકામાં ૪ કેસ મળી કુલ ૧૪૪ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

ભાવનગર શહેર ખાતે રહેતા ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી કુલ ૩ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૨૯૭ અને તાલુકાઓમાં ૬૪ કેસ મળી કુલ ૩૬૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૮,૪૮૩ કેસ પૈકી હાલ ૪,૫૩૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૪૦ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:03 am IST)