સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th May 2021

જુનાગઢ જિલ્લામાં ર૪ કલાકમાં આઠ કોવીડ દર્દીનાં મોતઃ ૪૮૪ નવા કેસ

ર૭૯ પેશન્ટ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩ :.. જુનાગઢ જિલ્લામાં ર૪ કલાકમાં આઠ કોવીડ દર્દીનાં મોત અને ૪૮૪ નવા કેસ નોંધાયા હતાં.

સોમવારથી જીલ્લામાં કોરોના કેસની વધઘટ થઇ રહી છે. અને મૃતાંક પણ વધુ ઓછો થઇ રહ્યો છે.

બુધવારે જિલ્લામાં જુનાગઢના રર૭ નવા કેસની એન્ટ્રી સાથે જિલ્લામાં કુલ ૪૮૦ કોરોના કેસ નોંધાયા હતાં. નવા કેસમાં જિલ્લામાં જુનાગઢ પછી સૌથી વધુ ૪૩ કેસ કેશોદ વિસ્તારમાં આવ્યા હતાં.

જયારે જુનાગઢ ગ્રામ્ય-૩૧, ભેસાણ-૧પ, માળીયા હાટીના-૩૩, માણાવદર-ર૭, મેંદરડા-૧૭, માંગરોળ-૩૭, વંથલી-૧૬ અને વિસાવદર વિસ્તારમાં ૩૮ કેસનો ઉમેરો થયો હતો.

ગઇકાલે પુરા થયેલા ર૪ કલાકમાં જુનાગઢ સીટીમાં ત્રણ, કેશોદ-બે તેમજ જુનાગઢ રૂરલ, ભેસાણ અને વંથલીમાં એક - એક કોવીડ દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતાં.

ર૪ કલાકમાં કુલ ર૭૯ દર્દીઓએ સ્વસ્થતા મેળવતાં તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જુનાગઢમાં ૧૪૩, જુનાગઢ ગ્રામ્ય-૧ર, કેશોદ-૬૩, ભેંસાણ-૮, માળીયા-પાંચ, માણાવદર-૩, મેંદરડા-બે, માંગરોળ-૧૦, વંથલી-ર૪ અને વિસાવદરના ૯ દર્દીએ કોરોનાને માત આપી હતી.

જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ગઇકાલે વધુ ૧૬૧૮ વ્યકિતનું અને જુનાગઢ-ગ્રામ્ય વિસ્તારમાં ૧૧૬૩ લોકોનું રસીકરણ થયું હતું.

(11:02 am IST)