સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th May 2019

જામનગર સાધના કોલોનીમાં રહેતા રાજપૂત યુવાનને તેમના સગા કાકાએ માથામાં ધોકો મારી હત્યા નિપજાવી :પોલીસ કાફલો ઘટનાસ્થળે

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં ત્રણ નંબરના ગેઇટ પાસે કાકાએ ભત્રીજાની હત્યા કર્યાનું સામે આવ્યું છે. ફ્રૂટ ના વ્યવસાય સાથે સંકળાયેલા નરૂભા અને વિક્રમસિંહે લાકડીના ઘા જીકી મહાવીસિંહ રાઠોડ નામના 20 વર્ષીય યુવાનને મોતને ઘાટ ઉતાર્યો છે. ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે. (તસવીર:કિંજલ કારસરીયા,જામનગર )

(6:42 pm IST)