સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th May 2019

જામનગરમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર તુર્ત ઝડપાયો

માતા બિમાર હોય રૂપિયાની જરૂરીયાત હોઇ બિહારી શખ્સે પ્રયાસ કર્યાની રજુઆત

જામનગર તા. ૧૩ : જામનગરના પોલીસ અધિક્ષક શરદ સિંધલની સુચના તથા મમદનીશ પોલીસ અધિક્ષક જામ.ગ્રામ્ય વિભાગ જામનગર સંદિપ ચૌધરીના માર્ગદર્શન મુજબ પંચકોશી 'બી' ડીવી.પો.સ્ટેના પોલીસ સબ ઇન્સ. એમ.આર.વાળા તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કેનેરા એટીએમને તોડી રૂપિયા કાઢવાનો પ્રયાસ અંગેના બનાવનો ભેદ ઉમેલવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન પંચકોશી 'બી' પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ. કરણસિંહ જાડેજા તથા શોભરાજસિંહ જાડેજા તથા સુરેશભાઇ ડાંગરને બાતમી રાહે હકિકત મળેલ કે, તા. ૧૦/પ/ર૦૧૯ ના રાત્રીના કાક ૪-૩૦ના અરશામાં દરેડ જીઆઇડીસી ફેસ-૩ રાજહંસ સર્કલ પાસે કોમ્પ્લેક્ષમાં આવેલ કેનેરા બેંકના એટીએમ તોડીને રૂપિયા કાઢવાની કોશીષનો ગુન્હો પંચકોશ 'બી' ડીવી.પો.સ્ટે.માં દાખલ થયેલ હોય જે સીસીટીવી કુટેજ તેમજ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, આ ઉપરોકત ગુન્હાને અંજામ આપનાર ઇસમ હાલ દરેડ જીઆઇડીસી ફેસ-૩ શિવ કોમ્પ્લેક્ષ નીચે આવેલ માપાન નામની દુકાન સામે બ્લુ ટી-શર્ટ તથા કાળા કલરનું લીવર પેહરી ઉભેલ હોય જેથી તુરત જ સદરહુ જગ્યાએ આવી ઉપરોકત વર્ણન વાળા ઇરામને શંકાના આધારે પુછપરછ કરતા પોતે પોતાનું નામ ઓમપ્રકાશ રાજેશ્વર રામ જાતે-રવિદાસ ઉ.ર૭ ધંધો મજુરી રહે-દરેડ પાણીની ટાંકી પાસે તા.જી.જામનગર મુળ રહે. મંદુરા ગામ થાના-ગડહની-હરીગામ જિ. આરા રાજય-બિહાર વાળાને યુકિત પ્રયુકિતથી ઉપરોકત ગુન્હા અંગે પુછપરછ કરતા પોતાની માતા બિમાર હોય અને રૂપિયાની ખુબજ જરૂરીયાત હોય જેથી મજકુરે ઉપરોકત ગુન્હો કરેલાની કબુલાત આપતા મજકુરને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ગણતરીના કલાકોમાં જ ગુન્હાનો ભેદ ઉકેલી નાખેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. એમ.આર.વાળા તથા પોલીસ સ્ટાફના કરણસિંહ જાડેજા તથા પ્રદ્યુમનસિંહ જાડેજા તથા શોભરાજસિંહ જાડેજા તથા હરીહરભાઇ પાંડવ તથા સુરેશભાઇ ડાંગર તથા રણછોડભાઇ શેખ વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(3:42 pm IST)