સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th May 2019

માણાવદરમાં પીવાના પાણી માટે તડપતા નગરજનોઃ આઠ-આઠ દિવસે પાણી મળે છે!!

પૂર્વ પાલીકા પ્રમુખ દેવજીભાઇ ઝાટકીયાની ઉચ્ચ કક્ષાએ રજુઆત

માણાવદરઃ તા.૧૩: માણાવદર શહેરમાં પીવાના પાણી આઠ-આઠ દિવસે માંડ અડધો કલાકે પોણો કલાક મળે છે  ત્યારે ઉનાળાના દિવસોમાં આઠ દિવસે પાણી મળે તેથી ૩૫ હજારની જનતા ભારે પરેશાન થઇ ઉઠવાની રજુઆત પૂર્વ પાલિકા પ્રમુખ શ્રી દેવજીભાઇ ઝાટકીયાએ ઉચ્ચ કક્ષાએ કરી છે.

અન્ય શહેરમાં કોઇને આવી કટોકટી નથી પાણીની યોગ્ય વ્યવસ્થા કરાય તો પાણી નિયમિત મળી શકે પણ કેબીનેટ મિનિસ્ટરના વિસ્તાર અને શહેર માં જ આવી ગંભીર કટોકટી કેમ? પીવાના પાણીએ નિયમિત ન આપી શકતા હોય તો વેરા શું કામ વસુલો છો? તો વેરા બાદ કરી આપો નિયમિત પાણી ન મળવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

એકપણ અધિકારી માણાવદરની જનતાના પ્રશ્ન હલ કરવા રસ નથી તે હાલની પાણીની કટોકટી ઉપરથી ફલિત થાય છે. સરકાર માત્ર વાતો જ કરે છે.

(11:57 am IST)