સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th May 2019

ભુજના પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટી ઉપર હુમલો કરનાર ૪ની ધરપકડ

ભુજ તા. ૧૩ : ગત માર્ચ મહિનામાં ભુજમાં બનેલ પૂર્વ નગરસેવક હમીદ ભટી ઉપરના હુમલાના ચકચારી ભાગેડુ એવા ચાર હુમલાખોરોને પોલીસે ઝડપી લીધા હતા. ભુજ બી ડિવિઝન પોલીસ ટીમના સંજયસિંહ, નિમેષ બારોટ, જયદીપસિંહ, ધર્મેન્દ્રસિંહ, પરમવીરસિંહ જયારે વોચમાં હતા ત્યારે શનિવારે રાત્રે ભુજના નાગોર રોડથી મહિલા કલ્યાણ કેન્દ્ર વાળા રસ્તા તરફ મારુતિ અલ્ટો કારને રોકતા તેમાંથી હુમલા કેસના ચાર આરોપીઓ (૧) મુંજાહિદ અલીમામદ હિંગોરજા, (૨) રઝાક અલીમામદ બાફણ, (૩) રફીક અબ્દુલ સના, (૪) અભાયો ઉર્ફે અબ્બાસ ફકીરમામદ સમા ઝડપાઈ ગયા હતા.

આ ચારેય આરોપીઓ વરનોરાથી ભુજ આવી રહ્યા હતા. ભુજ બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે ચારેય આરોપીઓની આ હુમલા કેસમાં ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.

(10:28 am IST)