સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th May 2019

નકલી ઘીના કેસમાં વોન્ટેડ ભુજના વ્યાપારીની અમદાવાદથી ધરપકડ

ભુજ તા. ૧૩ : જુના કેસોના વોન્ટેડ આરોપીઓને પકડવાની કચ્છ બોર્ડર રેન્જ આઇજી ડી.બી. વાઘેલાની સુચનાને પગલે પશ્યિમ કચ્છના એસપી સૌરભ તોલંબિયા અને ડીવાયએસપી જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને ભુજ બી. ડિવિઝન પોલીસે નકલી દેશી ઘીના કેસમાં વોન્ટેડ એવા ભુજનાં વ્યાપારીની અમદાવાદથી ધરપકડ કરી છે.

એલ.સી.બી. પી.આઈ.ઙ્ગ એમ.બી.ઔસુરા અને ભુજ બી ડિવિઝન પી.આઈ. એ.એન. પ્રજાપતિએ વોન્ટેડ એવા આ આરોપી વ્યાપારીને દક્ષેશ દેસાઈને પકડવા સારુ સંયુકત કવાયત હાથ ધરી હતી.ઙ્ગ આરોપી દક્ષેશ દેસાઇએ ભુજમાં નકલી ઘી તથા નકલી ખાધ સામગ્રીનો વેપાર કરી લોકોના શારીરિક સ્વાસ્થય સાથે ચેડા કર્યા હતા.ઙ્ગ નકલી ખાદ્ય સામગ્રીના વેચાણના ગુનાની ગંભીરતા સમજીને હ્યુમન રીસોર્સઝ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે પોલીસે તપાસ કરતા વોન્ટેડ એવો દીક્ષિત દેસાઈ અમદાવાદ પાલડી ખાતે હોવાનું જાણવા મળ્યું હતું. એટલે તેને પકડવાઙ્ગ ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે દ્વારા એક ટીમ તૈયાર કરાઈ હતી.

જેમાં સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ જયદિપસિંહ વી.ઝાલા તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ કે.ઝાલાને તાત્કાલીક અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. તેમની તપાસ દરમ્યાન આરોપી દક્ષેશ દિવ્યકાંત દેસાઇ વહેલી પરોઢે પાલડી અમદાવાદથી ઝડપાઇ ગયો હતો. તેને ભુજ ખાતે લઇ આવ્યો છે. આરોપી દક્ષેશની ધરપકડ બાદ પો.સબ.ઇન્સ એ.એન.ભટ્ટ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ કામગીરીમાં એલ.સી.બી.પી.આઈ. એમ.બી.ઔસુરા અને તેમનો ટેકનીકલ સ્ટાફ તથા ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટેના પી.આઇ. એ.એન.પ્રજાપતિ, પો.સબ.ઇન્સ એ.એન.ભટ્ટ, સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ.જયદિપસિંહ વી.ઝાલા, પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ કે.ઝાલા, પરમવિરસિંહ કે.ઝાલા તથા વુ.પો.કોન્સ. કિરણબેન રાજાભાઇ બાંટવા જોડાયા હતા. આમ, છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવામાં ભુજ પોલીસને સફળતા મળી છે.

(10:27 am IST)