સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th April 2021

પોરબંદર ની 3 હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે મંજૂરી

પોરબંદર : શહેરમાં 3 ખાનગી હોસ્પિટલો ગ્લોબલ હોસ્પિટલ, શ્રી હોસ્પિટલ તથા અર્પિત હોસ્પિટલને કોરોનાની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે.કલેકટર તથા આઈએમએ પ્રેસિડેન્ટ ડો. ઉર્વીશ મલકાની સાથે ચર્ચા બાદ શહેરની 3 ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે મંજૂરી અપાઈ છે. ઉપરાંત ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર અપાય છે.

(8:18 pm IST)