સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th April 2021

ધોરાજી શહેરમાં કોરોના બેફામ : ૧૩ દિવસમાં ૧૦૦ જેટલા મોત.?

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસોનો રાફડો ફાટયો છે. ત્યારે તંત્ર ચોક્ક્સ જાણકારી આપી નથી રહ્યું.કોઈ પણ હાઈ ઓથોરિટી નિ સૂચના હોય તે પ્રમાણે પત્રકારોને કોરોના પોઝિટિવ નાં સાચા આંકડા આપવામાં આવી રહ્યા નથી..?
 ત્યારે ધોરાજીમાં એક એપ્રિલ થી આજરોજ સુધી ૧૩ દિવસમાં અંદાજિત ૧૦૦ જેટલા મોત થયાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ધોરાજી હિંદુ સ્મશાનમાં ૧૩ દિવસ દરમિયાન ૩૭ મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી છે. આ પ્રમાણે ઉપલેટા રોડ પર આવેલા કબ્રસ્તાનમાં ૧૩ દિવસમાં ૨૦ મૈયત થઈ નું જાણવા મળ્યું છે. આ ઉપરાંત   બહાર પુરા વિસ્તારમાં બે કબ્રસ્તાન અને સાધુ  સમાંજ  અને. દલિત. સમાજના કબ્રસ્તાન  મળી   અંદાજે  ૧૦૦ જેટલા મોતનો આંકડો જાણવા મળી રહ્યું છે.
   કોરોના પોઝિટિવ નો સાચો આંકડો સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવતો નથી આ ઉપરાંત ધોરાજીના બે ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં બેડ ખાલીનો હોવાથી દર્દીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. મૃત્યુઆંક નું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કોરોના ના કારણે કેટલા ડેથ થયા તે ચોક્કસ જાણી શકાયું નથી પરંતુ સ્મશાનમાં અને કબ્રસ્તાનમાં મૃતદેહો વધુ પ્રમાણમાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

(6:38 pm IST)