સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th April 2021

પોરબંદરમાં કોરોનાના વધુ ૬ કેસ : ૧ મૃત્યુ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૩ :  શહેરમાં કોરોના પોઝીટીવના વધુ ૬ કેસ ભાવસિંહજી સરકારી હોસ્પીટલમાં આવ્યાં છે. એક દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે.

ગઇકાલે કોરોનાના ૩પ૭ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૬ કેસનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. કોરોનાના નવા ૬ કેસ કમલાબાગ વિસ્તાર રોકડીયા હનુમાન મંદિર માલણકા વિસ્તાર જુરીબાગ ગાંધી આશ્રમ તથા ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાંથી આવ્યાં છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવના કુલ ૯૯૯ કેસ થયેલ છે.

(12:51 pm IST)