સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th April 2021

વડિયામાં કોરોના રસીકરણ કેમ્પને સફળ બનાવવા સરપંચ છગન ઢોલરીયાની ડોર ટુ ડોર ઝુંબેશ

સરપંચ પછાત વિસ્તારમાં માઇક લઇને ગલીઓમાં જોવા મળ્યા : કોરોનાથી લોકોને બચાવવા લોકજાગૃતિ અભિયાન

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા તા. ૧૩ : કોરોના મહામારીથી લોકો બચાવવા, કોરોના સંક્રમણ ઘટાડવા સાથે કોરોના સંક્ર્મણ બાબતે લોકોને જાગૃત કરવા માં તે વડિયામાં વહીવટી તંત્ર અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા કોરોના રસીકરણ કેમ્પનુ આયોજન વડિયામાં ચાર અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યુ હતુ.

આ કેમ્પને સફળ બનાવવા માટે વડિયાના ઉપસરપંચ અને જાગૃત નાગરિક છગનભાઇ ઢોલરીયા વડિયામાં આરોગ્ય કર્મચારીઓને સાથે રાખી ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ શરૂ કરી હતી. આ ઉપરાંત વડિયાના પછાત વિસ્તારમાં લોકો વધુ રસીકરણ કરાવે તે માટે ગામની ગલીઓમાં હેન્ડ માઈક લઈને લોકોને કોરોના રસીકરણ કરાવવા અને કોરોના બાબતે જાગૃતિ લાવવા પ્રચાર કરતા પણ જોવા મળ્યા હતા.

જો દરેક ગામના સરપંચ આટલી જાગૃતિ દાખવી કોરોના ગાઈડ લાઈનના પાલન અને રસીકરણ માટે જાગૃતિ દાખવી ઝુંબેશ હાથ ધરે તો પોતાના ગામના નાગરિકોને કોરોના સંક્રમણ થી ચોક્કસ બચાવી શકાય.

(11:47 am IST)