સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th April 2021

જેતપુરમાં દાંડી યાત્રીનું સન્માન

જેતપુર : આઝાદીના ૭૫માં વર્ષને અમૃત મહોત્સવ તરીકે ઉજવાતા ઇતિહાસિક દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવેલ જે યાત્રાને તા. ૧૨/૩/૨૦૨૧ના રોજ સાબરમતી આશ્રમ ખાતેથી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રસ્થાન કરાવેલ તેમાં ૮૧ યાત્રીકો તા.૬/૪/૨૦૨૧ ના રોજ દાંડી મુકામ સુંધી ચાલીને પહોંચી યાત્રા પૂર્ણ કરેલ જે યાત્રામાં સહભાગી થનાર પરીનભાઇ કયાડા જેતપુર આવતા દાંડી યાત્રી પરિનભાઇનો સન્માન સમારંભ બસ સ્ટેન્ડ પાસે પેટ્રોલ પંપ ખાતે યુવા બોર્ડ ઝોનલ પ્રભારી અપૂર્વભાઈ મહેતા ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ જેમાં લલિતભાઈ રાદડિયા, ભાજપ જિલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, જશુમતી બેન કોરાટ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ જિલ્લા વાલી કિશોરભાઈ શાહ, જિલ્લા સંયોજક નીતિનભાઈ ભેંસજાળીયા, રમેશભાઈ જોગી, દીપકભાઈ ત્રિવેદી, રાજેશભાઈ ઉસદલિયા, મહેશભાઈ ડોબરીયા, હિતેશભાઇ રાવલ, યોગેશભાઈ નાયડુ, અંકુરભાઈ વ્યાસ, ઉપસ્થિતિ રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા નગર સંયોજક વિજયભાઈ ચૌહાણ, તાલુકા સંયોજક રસિકભાઈ બાટવિયા, કેતન ઓઝા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(11:38 am IST)