સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th April 2019

જુનાગઢના વડલી હનુમાન-માખીયાળામાં ભાગવત કથાનો પ્રારંભ

વ્યાસાસને કથાકાર સાગરભાઇ શાસ્ત્રીજીઃ શ્રી હાટકેશ્વર મહિલા સત્સંગ મંડળ જુનાગઢ સહિત અનેક સંસ્થાઓનો સહયોગઃ વિવિધ ઉત્સવો ધામધુમથી ઉજવાશે

જુનાગઢ, તા., ૧૩: જુનાગઢ જીલ્લાના ધોરાજી રોડ ઉપર આવેલ વિનય મીલની સામે આવેલ શ્રી વડલી હનુમાન મંદિર-માખીયાળા ખાતે આજથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. પ.પૂ.ગુરૂદેવશ્રી ૧૦૮ મહંતશ્રી રાઘવદાસજી મહારાજ, પ.પૂ. મહારાજશ્રી નારાયણ ત્યાગી વંદનીય નરોતમદાસજી, પ.પૂ. મહંતશ્રી ૧૦૮ નારાયણદાસ ત્યાગીની અધ્યક્ષતામાં આયોજીત ભાગવત કથામાં મોટી સંખ્યામાં ભાવીકો ઉમટી પડશે.

કથાકાર સાગરભાઇ શાસ્ત્રીજીના વ્યાસાસને આયોજીત ભાગવત કથામાં સવારે ૯ થી બપોરના ૧ર.૩૦ સુધી આયોજીત કથામાં સંગીતની શૈલીમાં રસપાન કરાવશે.

શ્રીમદ ભાગવત કથામાં શ્રી હાટકેશ્વર મહિલા સત્સંગમંડળ જુનાગઢ, મગનભાઇ કરશનભાઇ હિરપરા, સુખપુર, રાધેશ્યામ યુવક મંડળ એવં પ્રેમ જાગૃતી મહિલા મંડળ-જોશીપરા, અલ્પેશભાઇ એમ.ટાવેરા (અમદાવાદ), રમેશભાઇ (રાજકોટ)નો સહયોગ પ્રાપ્ત થયો છે અને તેઓ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

શ્રીમદ ભાગવત કથાના પ્રાસંગીક ઉત્સવોમાં આજે તા.૧૩ ને શનીવારે સવારે ૯.૩૦ વાગ્યે પોથીયાત્રાનો પ્રારંભ થયો હતો. તેમજ સવારે ૧૦.૩૦ વાગ્યે વિજયભાઇ કનુભાઇ દોમડીયા (વિનય મીલ)ના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યંુ હતું. કથા દરમિયાન તા.૧૩ થી ૧૯ સુધી દરરોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૧૪ ને રવીવારે બપોરે ૧ર.૧પ વાગ્યે કપીલ પ્રાગટય, તા.૧પને સોમવારે બપોરે ૧ર વાગ્યે શ્રી નૃસિંહ પ્રાગટય, તા.૧૬ને મંગળવારે સવારે ૯.૩૦ વાગ્યે વામન જન્મોત્સવ, સવારે ૧૧.૦૦ વાગ્યે રામ જન્મ ઉત્સવ અને ૧ર વાગ્યે શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવાશે. તા. ૧૭ને બુધવારે ગોવર્ધન ઉત્સવ તથા છપ્પન ભોગ દર્શન બપોરે ૧ર વાગ્યે થશે. તા.૧૮ને ગુરૂવારે બપોરે ૧ર વાગ્યે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ મહોત્સવ તથા તા.૧૯ને શુક્રવારે સવારે ૧૦.૧પ વાગ્યે સુદામા ચરિત્ર તથા બપોરે ૧૧.૩૦ વાગ્યે કથા વિરામ અને બપોરે ૧ર.૦૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

સંકલન - આલેખન

શ્રીમતી મીનાબેન એચ.ચગ

અકિલા-મહિલા ક્રાંતિ-જુનાગઢ

(3:23 pm IST)