સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th April 2019

સુરેન્દ્રનગરમાં ગરમીથી તોબા પોકારતા શહેરીજનો સાથે પશુઓ પણ મુસીબતમાં

ગરમી સામે રક્ષણ મેળવવા શ્વાને પાણીના કુંડાનો સહારો મેળવ્યો

ઝાલાવાડમાં અસહ્ય ગરમીથી ત્રસ્ત અબોલ જીવ એવા શ્વાને રાહત મેળવવા પાણીની કુંડીમા અંડીગો જમાવી દીધેલ તે તસ્વીરમાં નજરેપડે છે

 વઢવાણ તા ૧૩ : સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો હાહાકાર મચ્યો છે. ૪૨ ડિગ્રી તાપમાન વચ્ચે જનજીવન ખોરવાઇ ગયું છે, બપોર થતા રોડ, રસ્તા સુમસામ ભાસવા લાગે છે. માનવો પોતાના ઘરબારમાં સાંજસુધી ગરમીના કારણે પુરાયેલા રહેતા હોય છે.

ત્યારે માનવજીવો ગરમીથી અકળાઇ ઘરમાં એ.સી., પંખા અને ઠંડક  મેળવી અને ગરમીમાં રાહતનો અનુભવ કરતા હોય છે.

પશુઓ, પક્ષીઓ પાસે નથી છાયડો, ધોમ ધખતો તાપ અને એનાથી બચવા માટે ખાસ કરીને આ કેમેરામાં કંડારવામાં આવેલ તસ્વીર. બળતી બપોરના આકરા તાપમાન માં બચવા માટેઙ્ગ શ્વાનો જીવદયા પ્રેમીઓ દ્વારા પિવા માટે પાણી કુંડી ભરી તો શ્વાન ગરમીથી તોબા પુકારી પાણી ભરેલ કુંડીમાં શરીર પલાળી ગરમીથી રાહત મેળવતાં જોવા મળ્યો છે.

ત્યારે ગરમીનો અંદાજ ઝાલાવાડમાં શ્વાન જોતાન ખ્યાલ આવી જાય તેમ છે ?

(11:55 am IST)