સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th April 2019

ભાવનગરના ભુતીયાગામની સીમમાં વાડીમાં જુગાર રમતા સાત ઝડપાઇ ગયા

ભાવનગર, તા.૧૩:  સોનગઢ તાબેના ભુતીયા ગામની સીમમાં જયેશભાઇ ઘનજીભાઇ મેંદપરાની વાડીમાં જાહેરમાં  જુગાર રમતા ઇસમો(૧) સુરેશભાઇ દેવજીભાઇ રાઠોડ ઉ.વ.૩૫ રહે.કાચરડી ગામ, તા.લાઠી (૨) રાવતભાઇ લાલજીભાઇ પરમાર ઉ.વ. ૩૧ રહે.નારણગઢ ગામ, તા.લાઠી (૩) જયરાજસિંહ ધીરૂભાઇ કટારીયા ઉ.વ.૨૯ રહે. ઢસા જંકશન, રેલ્વે કોલોની તા.ગઢડા (૪) દશરથસિંહ હઠીસિંહ ગોહીલ ઉ.વ.૫૨ રહે.ગામ-જલાલપુર (માંડવા) તા.ગઢડા (૫) કમલેશભાઇ જવાહરલાલ જસ્વાલ ઉ.વ.૪૮ રહે. ઢસા જંકશન,(૬) રમેશભાઇ જીણાભાઇ રાઠોડ ઉ.વ.૪૨ રહે.ગામ-ઠોંડા તા.ઉમરાળા (૭) રાહુલભાઇ દ્યેલાભાઇ સોલંકી ઉ.વ.૨૭ રહે.ગામ-જલાલપુર વાળાઓને રોકડ રૂપિયા રૂટ્ટ૬૯,૦૮૦/- તથા મોબાઇલ ફોન-૯ તથા મો.સા.-૩ તથા ગંજીપાના તેમજ પ્લાસ્ટીકના જુદા જુદા કલરના કોઇન નંગ-૧૮૫ મળી કુલ રૂપિયા ૧,૭૫,૦૮૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે તેમજ આરોપી ઘનશ્યામભાઇ અરજણભાઇ ચાવડા રહેવાસી-ભુતીયા નાસી ગયેલ હોય જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

 આ કામગીરીમાં આર.આર.સેલ.ના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારની સુચનાથી હેડ કોન્સ. બાબાભાઇ આહીર તથા યોગેન્દ્રસિંહ ગોહીલ તથા પૃથ્વીરાજસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. એજાજખાન પઠાણ તથા નિતીનભાઇ ખટાણા તથા જયપાલસિંહ ગોહીલ તથા મીનાઝભાઇ ગોરી જોડાયા હતા.

(11:49 am IST)