સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th April 2019

દ્વારકામાં પેટા ચૂંટણી યોજવાના હાઇકોર્ટના ચુકાદા સામે પબુભા માણેક સુપ્રીમ કોર્ટમાં ન્યાય માંગશે

મીઠાપુર તા.૧૩: ઓખામંડળ તાલુકાના ૮૨ વિધાસભાના પ્રખર શિવભકત તથા ગૌભકત તરીકે ઓળખાતા ધારાસભ્ય પબુભા વિરમભા માણેક દ્વારા લડાયેલી ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં ક્ષતિ રહી ગઇ હોય તે સંદર્ભે એક અરજી હાઇકોર્ટમાં કરવામાં આવેલ હોય તેનો ચુકાદો ગઇકાલે આવેલ છે.

ચૂંટણી રદ કરી ફરી પેટા ચૂંટણી યોજવાના અહેવાલો મળ્યા બાદ ધારાસભ્ય શ્રી ને પૂછતા પબુભા એ કહેેલ કે આ કોઇ એવી મોટી ભૂલ નથી અને મને કોર્ટના ચુકાદા પ્રત્યે માન છે આ બાબતે હું સુપ્રીમ કોર્ટમાં ન્યાય માંગશી અને જો કદાય મને ત્યાંથી ન્યાઇ નહી મળે તો સાત સાત ચૂંટણી લડીને જીતી લીધા બાદ આઠમી ચૂંટણી પણ લડી લેશું અને મારા બધા જ ટેકેદારો અને સમર્થકોનો પણ આજ સુર છે. પરંતુ જયારે આ ચુકાદો આવ્યો ત્યારે ઓખામંડળમાં રાજકીય ભૂકંપ આવ્યો હતો તેવો માહોલ સર્જાયો હતો. પરંતુ પબુભાના આવા નિવેદન બાદ તેમના સમર્થકો ફરી પાછા ઉત્સાહમાં આવી ગયા હતા. હવે આગળ પેટા ચૂંટણી થશે કે કેમ તે તો સમય જ બતાવશે.

(11:46 am IST)