ધોરાજીની દિવ્યા સુથાર ૭ માસની દિકરી પ્રિયાંશી સાથે ભેદી રીતે ગૂમ
૪ તારીખે જુનાગઢ જવાનું કહીને નીકળી'તી પણ ત્યાં પહોંચી જ નહિઃ પરિવારજનો વ્યાકુળ
રાજકોટ તા. ૧૩: ઉપલેટા રહેતાં દિવ્યાબેન ધર્મેશભાઇ તલસાણીયા (સુથાર) તા. ૪/૪ના રોજ ઘરેથી જુનાગઢ જઇ રહ્યાનું કહીને ૭ માસની દિકરી પ્રિયાંશીને લઇને નીકળ્યા બાદ ગૂમ થતાં ઉપલેટા પોલીસમાં જાણ કરવામાં આવી છે.
દિવ્યાબેનના માવતર ધોરાજીમાં જ રહે છે અને પિતાનું નામ દિનેશભાઇ સવજીભાઇ ખેંગાર છે. તેણીને સંતાનમાં અઢી વર્ષની એક દિકરી માનસી અને બીજી સાત માસની પ્રિયાંશી છે. પતિ ધર્મેશ વેલ્ડીંગ કામ કરે છે. તેના કહેવા મુજબ પત્નિ દિવ્યાને જુનાગઢ રહેતી અદાની દિકરીના ઘરે જવું હોઇ તેમ કહીને ચોથી તારીખે નાની દિકરીને સાથે લઇને નીકળી હતી. ઘરેથી પાંચ હજાર રૂપિયા પણ લેતી ગઇ છે. તેનો મોબાઇલ સતત બંધ આવે છે. જુનાગઢ તે પહોંચી જ ન હોઇ શોધખોળ બાદ ઉપલેટા પોલીસને જાણ કરવામાં આવી છે. તસ્વીરમાં દેખાતા મા-દિકરી કોઇને જોવા મળે તો પોલીસને અથવા મો. ૯૯૭૪૦ ૭૨૪૩૩ અથવા ૯૦૮૧૬ ૯૨૭૧૮ ઉપર જાણ કરવા જણાવાયું છે. મા-દિકરી ભેદી રીતે ગૂમ થઇ જતાં સુથાર પરિવારજનો આકુળ વ્યાકુળ થઇ ગયા છે. પોલીસ આ મામલે નક્કર કાર્યવાહી હાથ ધરે તેવી માંગણી થઇ રહી છે.