સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th April 2018

કચ્છના વ્રજવાણી (ઢોલીળા) ધામે ૧૯મીએ આહિર સમાજનો ધાર્મિક - સાંસ્કૃતિક કાર્યક્રમ

ઉપલેટા તા.૧૩  : આવી જ્ઞાતિ માટે આસ્થા અને શાર્યના પ્રતિક સમા કચ્છના રાપર તાલુકાના વ્રજવાણી (ઢોલીળા) ધામે પ૦૦ વર્ષ પહેલા આહીરોની ૧૪૦ દિકરીઓ ઢોલીના તાલે રાસ રમતી હતી ત્યાં કોઇ આવી મેણુ મારેલ કે આહીરની દિકરીઓ થઇને ઢોલી સાથે રાસ રમો છો અને લાગી આવતા એક સાથે તમામ ૧૪૦ દિકરીઓએ એ જ ઘડી સતી થઇ પોતાના પ્રાણ આપી દીધેલ હકીકતમાં લોકવાઇકા એવી છે કે ઢોલીળા સાથે રાસ રમતી હતી તે ખુદ કૃષ્ણ ભગવાન ઢોલીડાનો વેશ લઇ રાસ રમવા આવેલહ તા તેની વૈશાખ સુદ ચોથના દિવસે આ જગ્યામાં હોમ હવન સહિતના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તે તિથી મુજબ તા.૧૯-૪ના રોજ ઉજવણી થશે. જેમાં દર વર્ષની જેમ દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં આહિર ભાઇ - બહેનો ઉમટી પડશે. હાલમાં આ જગ્યાના મહંત તરીકે સીતારામબાપુ સેવા પુજા અને ભકિત કરી રહયા છે.

ઉપરોકત બાબતે ગઢાળાના સરપંચ નારણભાઇ આહીર અને કેરાળાના માજી સરપંચ વિક્રમભાઇ આહીર જણાવેલ કે સમસ્ત આહિરોની શાન સમા આ જગ્યામાં રહેવા જમવાન ઉતમ આધુનીક સગવડ સાથેની ખુબ જ વિશાળ જગ્યા છે ત્યાં સતી થયેલી ૧૪૦ દિકરીઓની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવેલ છે સાથે રાધાકૃષ્ણનું પણ સુંદર મંદિર બાંધવામાં આવેલ છે તો આ કાર્યક્રમમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આહિર સમાજને ઉમટી પડવા હાકલ છે.

(11:28 am IST)