સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

રાજપીપળા કલેક્ટર કચેરીએ આત્મવિલોપનની ચિમકી આપનાર રેહાના મકારાણીની અટકાયત

જમીન મામલે મહારાષ્ટ્રના જૈન પરિવારે હુમલો કર્યાના વિવાદમાં અન્યાયના આક્ષેપ સાથે ચીમકી ઉચ્ચારી હતી

રાજપીપળામાં કલેક્ટર કચેરીએ આત્મવિલોપનની ચિમકી આપનાર રેહાના મકરાણીની અટકાયત કરી લેવાઈ છે જમીન વિવાદમાં મહારાષ્ટ્ર્ના જૈન પરિવારે હુમલો કર્યાના આક્ષેપ સાથે આ કેસમાં પોતાને અન્યાય થયાનું જણાવી આત્મવિલોપનની ચિમકી આપનાર રેહાના મકરાણી કલેક્ટર કચેરીમાં પ્રવેશતા જ પોલીસે તેની અટકાયત કરી હતી.

 આ અંગેની વિગત મુજબ તાપીના નિઝર તાલુકાના કેવડામોઇ ગામમાં જમીન વિવાદ મામલે મહારાષ્ટ્રના અક્કલકુવાના જૈન પરિવારના સભ્યોએ નર્મદાના જેતપુરના રહેવાસી રેહાના મકરાણી પર કથિત હુમલો કર્યો હતો. જે મામલે વિવાદ ઉભો થયા બાદ અન્યાયના આક્ષેપ સાથે રેહાના મકરાણે કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનની ચિમકી આપી હતી વહીવટીતંત્રએ સમગ્ર કલેક્ટર કચેરીએ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સાથે જ ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ સહિત મહિલા પોલીસનો કાફલો તૈનાત કરાયો હતો
  અત્રે નોંધનીય છે કે રેહાના મકરાણી કલેક્ટર કચેરીમાં પ્રવેશતા જ પોલીસે તેની અટકાયત કરી ચેકીંગ હાથ ધર્યું હતું. પરંતુ તેની પાસેથી આત્મવિલોપનની કોઇ સામગ્રી ન મળતા ફક્ત રજૂઆતના કાગળો જ મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

(10:44 pm IST)