સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

ભચાઉના ચિરાઇ નજીક નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણઃ જોશભેર પાણીનો ધોધ છૂટ્યોઃ પ૦ લાખ લીટર પાણી વહી ગયું

ભુજઃ કચ્‍છમાં ભર ઉનાળે પ૦ લાખ લીટર પાણીનો બગાડ થતા તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

કચ્છના ભચાઉ અને વરસામેડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્યલાઇન પાસેના મેનહોલમાં એકાએક ભારે દબાણ આવતાં જોશભરે પાણીનો ધોધ વછુટતાં પાણીનો મોટો ગુંબજ બની ગયો હતો. એક અંદાજ અનુસાર, આ ઘટનાના કારણે 50 લાખ લિટર પાણીનો વ્યય થતાં આસપાસના વિસ્તારમાં તળાવનું નિર્માણ થઇ ગયું હતું. સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં ઘટેલી આ ઘટનામાં એકાદ કલાક સુધી પાણીનો ધોધ અવીરત રીતે વહેતો રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એક તરફ હાલ ગુજરાતના લોકો પાણીની તંગી સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે બીજી તરફ હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે. ખેડૂતોને ધરણા કરવા પડે તેવી પરિસ્થિતિ આ ઉનાળામાં સર્જાઈ છે.

(5:14 pm IST)