સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

ર૧મી સદીમાં ગ્લોબલ ઇકોનોમીના સંદર્ભમાં વિદ્યાથીઓમાં કેવી સ્કીલ હોવી જોઇએ ? જુનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં તાલીમ

જુનાગઢ, તા. ૧૩ : ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની આજની ર૧મી સદીમાં દિવસે-દિવસે માહિતી, જ્ઞાન, શિક્ષણનું મહત્વ સતત વધતુ જાય છે ત્યારે વિદ્યાર્થીઓને ભણાવતા અધ્યાપકો-પ્રોફસર્સની જવાબદારી પણ અનેક ગણી વધી જાય છે. હાલના સમયમાં ગ્લોબલ ઇકોનોમિના સંદર્ભેમાં વિદ્યાર્થીઓને સ્કીલ બેઇઝડ શિક્ષણ આપી શકાય તે હેતુથી ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા ઇન્ટરનેશનલ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ફેઇઝ-ર ના રૂપમાં એક દિવસીય વર્કશોપ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના કુલપતિ પ્રો. (ડો.) જે.પી. મૈયાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળ આવતા ચાર જિલ્લાઓમાંની વિવિધ કોલેજોમાંથી આશરે ૧પ૦ જેટલા લેકચરરર્સ-પ્રોફસર્સને ગ્લોબલ ટ્રેનીંગ એજયુકેશન પ્રોગ્રામ-યુ.કે. ()ના ડાયરેકટર અને ટ્રેનર પ્રો. શીતલ નાગોરી ભરવાડ તથા લંડન મેટ્રોપોલિટન યુનિવર્સિટીના પૂર્વ લેકચરર તથા કોચ અને મેન્ટર ડો. ડેમીઓન ગ્રે દ્વારા 'પેપરલેસ ટ્રેનીંગ' આપવામાં આવી હતી. વેપાર-ઉદ્યોગ-કોર્પોરેટ હાઉસ વિગેરેમાં કારકીર્દી બનાવવા માટે હાલના સમયમાં સ્કીલ બેઇઝડ એજયુકેશન અતિ જરૂરી હોવાનું બંને ટ્રેનર્સ જણાવ્યું હતું.

ગ્લોબલ ઇકોનોમિના સંદર્ભમાં યુ.કે. તથા ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે યોજાયેલ વર્કશોપમાં કાગળ, નોટ, પેન, રાઇટીંગ પેડ વિગેરેના લેશમાત્ર ઉપયોગ વિના માત્ર એકટીવીટી બેઇઝડ ટ્રેનીંગ (ટીચીંગ, લર્નિંગ, ક્રિએટીવ લર્નિંગ ટેકનોલોજી, એકટીવ લર્નિંગ ટ્રેનીંગ, પ્રોબ્લેમ બેઇઝડ લર્નિંગ ટેકનિકસ વિગેરે) દ્વારા સર્વે પ્રોફેસર્સને વિસ્તૃત રીતે માહિતગાર કરાયા હતા. વિદ્યાર્થીલક્ષી સાહસ માટે યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. (ડો.) જે.પી. મૈયાણી તથા પ્રો. શીતલ નાગોરી ભરવાડે ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

કુલપતિ પ્રો.(ડો.) જે.પી. મૈયાણીએ કહ્યું હતું કે, માહિતીનું આદાન-પ્રદાન તથા બૌદ્ધિક ચર્ચા-વિચારણા જ્ઞાન વધારીને સફળતા મેળવવામાં સિંહફાળો આપે છે. 'ટીમવર્ક' અનિવાર્ય છે કે જેની હાલના સમયમાં ખાસ જરૂર વર્તાઇ રહી છે. 'સંપ ત્યાં જંપ' ઉકિત અનુસાર 'ટીમવર્ક' થી કરેલુ કોઇપણ કાર્ય નિષ્ફળ જતું નથી.

સ્વાગત પ્રવચન પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડો. સુહાસભાઇ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધી યુનિવર્સિટીના મદદનીશ કુલસચિવશ્રી ડો. મયંકભાઇ સોની દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રગાન સાથે વર્કશોપના ઉદ્ઘાટન કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. (તસ્વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ (૮.૧૩)

(1:04 pm IST)