સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

ડીવાયએસપી પિયુષ પીરોજીયાની રિમાન્ડ દરમિયાન સ્ફોટક વિગતો ખુલ્લીઃ આરોપીઓ સામે ૧૬થી વધુ કલમો દાખલ કરવા નિર્ણય

૩૮નો ભોગ લેનાર રંઘોળા પાસે જાનના ટ્રકના અકસ્માત મામલો

રાજકોટ, તા., ૧૩: ગત તા. ૬ માર્ચના રોજ ભાવનગર-રાજકોટ હાઇવે પરના રંઘોળા ગામ પાસે જાનૈયા ભરેલ ટ્રક અકસ્માતમાં ૩૮ના મોત નિપજવા સાથે ડ્રાઇવર અને ટ્રક માલીક અંગેની કેટલીક ચોંકાવનારી સ્ફોટક વિગતો પાલીતાણા ડીવાયએસપી અને મુળ રાજકોટના વતની એવા પિયુષ પીરોજીયાની તપાસમાં બહાર આવતા જ તેઓએ આ બાબતે ભાવનગર રેન્જ વડાને સીલબંધ કવરમાં ખાનગી રીપોર્ટ સુપ્રત કર્યાનું જાણવા મળે છે.

 

અત્રે એ યાદ રહે કે, નાસી છુટેલા ટ્રક ડ્રાઇવર નિતીન લાલજીભાઇની ધરપકડ કરી તેમની રિમાન્ડ દરમિયાન તેઓ પાસે કોઇ જાતનું વાહન ચલાવવા માટેનું લાયસન્સ ન હોય ઇ.પી.કો. કલમ ૩૦૪નો ઉમેરો કર્યો હતો.

ટ્રક માલીક પરેશભાઇ કુવાડીયા (સિંહોરવાળા)ની અટક કરી પુછપરછ કરતા જ તેઓ પાસે આરટીઓ પરમીટ, ઇન્સ્યોરન્સ, રોડ ટેકસ, ફીટનેસ પરમીટ વિ. ન હોવાનું જણાતા પિયુષ પીરોજીયાએ ટ્રક ચાલક તથા ટ્રક માલીક સામે ઇ.પી.કો. કલમ ૩૦૪, ૩૦૪એ, ર૭૯, ૩૩૭, ૩૩૮ મોટર વ્હીકલ એકટની કલમ ૧૭૭, ૧૮૪, ૧રપ, પ૬, ૧૮૦, ૧૮૧, ૧૯ર, ૧૯રએ, ૧૯૪ (૧) અને ૧૯૬ મુજબ વિવિધ કલમો લગાડી કાયદાનું ભાન કરાવવા માટે ભરચક્ક પ્રયાસો ચાલી રહયાનું સુત્રો જણાવે છે. (૪.૧૩)

(1:03 pm IST)