સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

મોરબી જિલ્લામાં એકપણ કોપી કેસ ન નોંધાયો

મોરબી તા. ૧૩ : ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને મીઠા મો કરાવીને પરીક્ષાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. શહેરની વીસી હાઈસ્કૂલ ખાતે જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ, જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ અને શિક્ષણાધિકારી બી.એન.દવે એ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો પ્રથમ દિવસે ગુજરાતીના પેપરમાં નોંધાયેલા ૧૩૫૫૯માંથી ૧૩૩૧૧ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.

જયારે અન્ગેજીના પેપરમાં ૨૬૦માંથી ૨૫૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને પ્રથમ દિવસે એકપણ કોપીકેસ નોંધાયો ના હતો અને શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ ૧૦ નું પ્રથમ પેપર પૂર્ણ થયું હતું.તેમજ ધોરણ ૧૦ ની સાથે સાથે જ ધોરણ ૧૨ ની પરિક્ષા પણ શરુ થઇ છે. જેમાં પ્રથમા દિવસે કોમર્સમાં નામાના મૂળ તત્વો(નવો કોર્ષ) ના પેપરમાં નોંધાયેલા ૪૨૭૧માંથી ૪૨૪૫ પરિક્ષાર્થીઓ હાજર રહ્યા હતા તથા નામના મૂળ તત્વો (જુનો કોર્ષ)માં ૩૯૫ માંથી ૩૭૧ પરિક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. તો આર્ટસમાં ભૌતિક વિજ્ઞાનના પેપરમાં નોધાયેલા ૨૬૪૦ પરિક્ષાર્થીઓ માંથી ૨૬૩૮ પરિક્ષાર્થીઓ હાજર રહ્યા તો ધોરણ ૧૨ માંના પ્રથમ પેપરમાં એક પણ કોપીકેસ નોંધાયો ન હતો.(૨૧.૨૧)

 

(1:01 pm IST)