સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

ભાણવડમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાતી બોર્ડની પરીક્ષા

ભાણવડઃ અહીયા ગઇકાલે બોર્ડની પરીક્ષાઓનો પ્રથમ દિવસ શાંતિપૂર્ણ અને ઉત્સાહમય વાતાવરણમાં પસાર થયો હતો. પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવતા નગરપાલીકા સદસ્યો તેમજ પત્રકારોએ અલગ અલગ કેન્દ્રોમાં જઇ પરીક્ષાર્થીઓના મોં મીઠા કરાવ્યા હતા. કુલ ૮ કેન્દ્રોના ૬૧ બ્લોકમાં ૧૭૫૦ પરીક્ષાર્થીઓએ પોતાનું પ્રથમ પેપર આપ્યું હતું. પ્રથમ દિવસે એકપણ કેન્દ્રમાં કોઇ કોપી કેસ નોંધાયો નથી પરીક્ષા એકદમ શાંતિપૂર્ણ માહોલમાં અપાઇ રહી છે. (તસ્વીરઃ અહેવાલઃ ડી.કે. પરમાર, ભાણવડ)

(1:00 pm IST)