સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

ભાણવડ-ખંભાળીયામાં વરલી-મટકાનો જુગાર રમતા ૯ ઝડપાયા

ભાણવડ, તા. ૧૩ :. ભાણવડમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ઈમરાન મહમદઅલી રાઠોડ, રજાક જુસબ હિંગોરા, કાસમ રહીમભાઈ કાદરી, રફીક અલારખા બ્લોચ, ફરારી હરિયો દરબાર ઉપરોકત ચારેય આરોપી રોકડા રૂ. ૯૪૪૦ તથા મોબાઈલ ૫ રૂ. ૪૫૦૦ તથા જુગારનું સાહિત્ય સાથે કુલ મુદ્દામાલ ૧૩૯૪૦ સાથે પકડાઈ આવતા પોલીસે ઉપરોકત ચારેય આરોપી વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંચમો આરોપી ફરાર થઈ જતા ફરાર જાહેર કરી આ પાંચેય ઈસમો વિરૂદ્ધ ગાંધીનગર મોનીટોરીંગ સેલના  ડી.ડી. ભીમાણીએ ફરીયાદ નોંધાવાતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાડીનારના ભરાણા ગામેથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા આરોપી ચેતન જમનાદાસ સવજાણી રૂ. ૪૨૦૦ તથા જુગારના સાહિત્ય સાથે પકડાઈ જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળીયામાં બગીચા પાસે વરલી મટકાનો જુગાર રમતા ધીરજ નાનજીભાઈ પાંઉ, ચંદ્રેશ જેન્તીભાઈ મારૂ, અજાભાઈ ગગુભાઈ કારીયા, દિપક હરિભાઈ ચોપડા આ ચારેય ઈસમો રોકડા રૂ. ૩ હજાર સાથે જુગારના સાહિત્ય સાથે પકડાઈ આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોત

ખંભાળીયા તાલુકાના ભાડપર ગામે રહેતા હમીરભાઈ મેરામણભાઈ કરમુર (ઉ.વ. ૩૫)વાળા હલરમાં ધાણા કાઢતી વખતે અકસ્માતે પોતાનો પગ હલરમાં આવી જતા સારવાર દરમિયાન મરણ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ઝેરી દવા પી લેતા મોત

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રમેશભાઈ કરસનભાઈ વાઘેલા (ઉ.વ.૪૦)વાળા કોઈ પણ કારણોસર ગત તા. ૨૦-૨-૧૮ના રોજ ઝેરી દવા પી ગયેલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન મરણ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ફીનાઈલ પીધી

ખંભાળીયામા રહેતા મુકેશ બાબુભાઈ સીચએ અમુભાઈ ડોરૂને હાથ ઉછીના ૧૫ હજાર આપેલ જે પરત નહીં આવતા ભોગ બનનાર મુકેશભાઈ બાબુભાઈ સીચ એ ફીનાઈલ પી લેતા સારવારમાં ખસેડવામાં આવેલ છે.(૨-૧૫)

(12:59 pm IST)