સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

ભાણવડના રાણપર ગામમાંથી દારૂનો જથ્થો જપ્તઃ ભાદા મોરીની શોધખોળ

ખંભાળીયા તા.૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ તથા મદદનીશ પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે તથા એલ.સી.બી.પોલીસ ઇન્સ. શ્રી સમીર સારડા અને એસ.ઓ.જી. પોલીસ ઇન્સ.શ્રી કે.જી.ઝાલા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની ટીમ, એલ.ઓ.જી.ની ટીમ, ખંભાળીયા પોલીસ ટીમ, કલ્યાણપુર પોલીસ ટીમ અને સ્થાનીક ભાણવડ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા બરડા ડુંગર વિસ્તારમાં ઉપરોકત ડ્રાઇવ અનુસંધાને દારૂ બંધીના કાયદાનું કડક અમલ કરાવવા અને દારૂની પ્રવૃતી ઉપર સંપુર્ણ અંકુશ મેળવવા કોમ્બીંગ પેટ્રોલીંગનું આયોજન કરી તમામ ટીમો દ્વારા બરડા ડુંગર વિસ્તારમાં અવાવરૂ તેમજ શંકાસ્પદ જગ્યાઓ/સ્થળોએ પોલીસ દ્વારા તા.૧૨-૩-૧૮ના ચકીંગ હાથ ધરેલ અને ચેકીંગ દરમ્યાન પોલીસને હકીકત મળેલ કે ફોરેસ્ટ ઓફીસથી આશરે ૨૦૦ મીટર દુર ધામણી નેસ જવાના પગ કેડીના રસ્તે જુની પડતર ખાણો આવેલ તેમાં જંગલી બાવળના ઝાળમાં ભાદા રાજા મોરી રબારી રહે-ધામણી નેસ વાળાએ ગે.કા.ઇંગ્લીસ દારૂનો જથ્થો મંગાવી સંતાડેલ છે. તેવી હકીકત આધારે પંચો સાથે રેઇડ કરી જુની ખાણમાં બાવળોની કાટમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીસ દારૂનો જથ્થો બોટલ નંગ ૭૦ કિ.રૂ.૨૮,૦૦૦ નો શોધી કાઢી ફરારી આરોપી ભાદા રાજા મોરી વીરૂધ્ધ ગુન્હો રેકર્ડ કરાવી તેને પકડી પાડવા ચારેય તરફ ચક્રો ગતીમાન કરેલ છે. આ કોમ્બીંગ ઓપરેશનની કાર્યવાહીથી દારૂના ધંધા કરતા ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે અને આ વિસ્તારની જાહેર જનતામાં ખુશીની લાગણી ફેલાયેલ છે. અને જાહેર જનતામાં પોલીસ દ્વારા અવાર નવાર આવી કાર્યવાહી કરવા માંગ ઉઠેલ છે. આ કાર્યવાહી એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી સમીર સારડા અને એસ.ઓ.જી. પો.ઇન્સ શ્રી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ.  એ.એસ.કડછા, એસ.ઓ.જી.ના પો.સબ ઇન્સ. ડી.બી.ગોહિલ, ભાણવડ પોલીસ સ્ટેશનના પો.સબ. ઇન્સ. એચ.આર.કુવાડીયા તથા પો.સ.ઇ. સથવારા તેમજ ખંભાળીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ વાય.જી.મકવાણા નાઓની અલગ અલગ ટીમના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ.(૧.૧૧)

(12:59 pm IST)