સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

જામનગર જિલ્લામાં સબલા યોજના હેઠળ આવરી લેવાયા ર૩૩૮૬ લાભાર્થીઓને

વિધાનસભામાં ધારાસભ્ય હકુભા જાડેજાએ પુછયા વિવિધ પ્રશ્નો... : સામુહિક વન નિર્માણ યોજનામાં પણ ૬૮૩ હેકટરમાં વાવેતર, ૬૩.પ૯ લાખનો ખર્ચ

જામનગર, તા. ૧૩ : ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) એ જામનગર જિલ્લામાં સબલા યોજના હેઠળ તા. ૩૧ ડિસેમ્બરની સ્થિતિએ કેટલા લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલ છે ? જેમાં તાલુકાવાર કેટલા લાભાર્થીઓ છે ? જે પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે જીલ્લામાં સબળા યોજના હેઠળ ર૩૩૮.૬ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યાં છે. જેમાં સબળા યોજના હેઠળ જામ જોધપુરમાં ર૩પ૪ લાભાર્થીઓ, લાલપુરમાં ૪૩૩૪ લાભાર્થીઓ, કાલાવડમાં ૩૧૧૧ લાભાર્થીઓ, ધ્રોલ રર૧૪ લાભાર્થીઓ, જોડીયામાં ર૧૩૧ લાભાર્થીઓ જામનગર ગ્રામ્ય ઘટક-૧ ૩૬૪૯ લાભાર્થીઓ જયારે જામનગર ગ્રામ્ય ઘટક-રમાં ૪પ૪૩ લાભાર્થીઓ આવરી લેવાયા છે.

એવી જ રીતે વન વિભાગના સામુહિક વન નિર્માણ યોજના હેઠળ જીલ્લામાં ર૦૧૬-૧૭ અને ર૦૧૭-૧૮માં કેટલા વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવેલ છે. જેના જવાબમાં વન મંત્રીએ જણાવ્યું હતું કે કુલ ૬૮૩ હેકટરમાં વાવેતર કરવામાં આવેલ છે.

તો પેટા પ્રાંતમાં હકુભા કાલાવડ તાલુકામાં કેટલા વિસ્તારમાં વાવેતર કરેલ છે.

અત્રે માહિતી માંગણતા વન મંત્રીએ કહ્યું હતું કે, કાલાવડ તાલુકામાં ૧૩પ હેકટરમાં વાવેતર કરેલ છે. સાથે સાથે રોપાના વાવેતર પાછળ કુલ રૂ. ૬૩.પ૯ લાખનો ખર્ચ થયાની પણ વિગતો વર્ણવાઇ હતી.(૯.૪)

(12:58 pm IST)