સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

તલાલા પંથકમાં અરેરાટી

પ્રસુતિ બાદ મંડોરણાની પરિણીતા અને નવજાત શિશુનું કરૂણ મોત

જુનાગઢ, તા.૧૩: પ્રસુતિ બાદ મંડોરણાની પરિણીતા અને તેનાં નવજાત શિશુનું મોત થતા તાલાલા પંથકમાં અરેરાટી મચી ગઈ છે.

તાલાલા તાલુકાના મંડોરણા ગામનાં દલિત દિવ્યાબેન દિનેશભાઈ પરમાર (ઉ.વ.૩૫) ને પ્રસુતિ માટે આંકોલવાડીનાં સરકારી દવાખાનામાં દાખલ કરાયેલ. મોડી રાત્રે ૧:૧૫નાં અરસામાં મહિલાએ બાળકને જન્મ આપેલ.

પરંતુ પ્રસુતિ બાદ રકતસ્ત્રાવ થતાં દિવ્યાબેનનું અને સાથે સાથે નવજાત શિશુનું પણ મૃત્યુ થયું હતું. વધુ તપાસ પી એસ આઇ એ.પી.સોલકી ચલાવી રહયા છે.

(12:57 pm IST)